રાજકોટ
News of Friday, 2nd December 2022

લોધિકા - કોટડા તાલુકામાં ઉંચા મતદાનનો સીધો લાભ ‘આપ'ને થશે : લાઠીયા

ખીરસરા તા. ૨ : લોધિકા  તેમજ કોટડાસાંગાણી તાલુકામાં ઉંચુ મતદાન થતાં આમ આદમી પાર્ટીને સારી એવી લિડ નો દાવો કરતા રાજકોટ જીલ્લા આપના જોઇન્‍ટ સેક્રેટરી જગદીશભાઈ લાઠીયા જણાવે છે કે આપના ઉમેદવાર વહેલા જાહેર થતાં લોકોનો ખુબ સારો સંપર્ક થયેલ છે પ્રચાર કાર્ય દરમિયાન લોકોના પ્રશ્‍નનો સાંભળવાનો પૂરતો સમય મળી રહેલ તેમજ આપના ઉમેદવારને રાજકીય ક્ષેત્રમાં બહોળો અનુભવ છે લોકો સાથે રહે છે. ટીમ વર્ક ચુટણીનુ માઈક્રો પ્‍લાનિંગ સારૂ હતું જેથી કરી ને લોધીકા તેમજ કોટડાસાંગાણી તાલુકા માં મતદાન વધુ થયુ છે જેનો સિધો લાભ આમ આદમીને મળશે.

(11:47 am IST)