રાજકોટ
News of Wednesday, 2nd December 2020

પક્ષીવિદ અને ઉદ્યોગપતિ દિલીપ તંતી ઉપર હુમલો કરનાર બે ની રેગ્યુલર અને ૩ની આગોતરા જમીન અરજી મંજુર

લોધિકા પોલીસમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ'તી

રાજકોટ,તા.૨: શહેરની ભાગોળે પક્ષીવિદ અને ઉદ્યોગપતિ દિલીપ તંતી ઉપર હુમલો, કારમાં તોડફોડ અને રિવોલ્વરના ગુનામાં બે આરોપીની રેગ્યુલર અને ત્રણ આરોપીની આગોતરા જમીન અરજી અદાલતે મંજુર કરતો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ ફરીયાદી દિલીપ તંતીનું ફાર્મ હાઉસ અને આરોપી દ્યનશ્યામભાઈ સોરઠીયાની વાડી મવડી-પાળ રોડ ઉપર બાજુબાજુમાં આવેલ હોય અને આરોપીની વાડીએ પારીવારીક જમણવાર હોવાથી મહીલાઓ પણ હાજર હતી.તે દરમિયાન ફરીયાદી દિલીપ તંતી ગાળો બોલતો હોવાથી આરોપીઓએ ગાળો ન બોલવાનું જણાવતા બોલાચાલી થતા આરોપીઓએ ધોકા, પાઈપ, કુહાડા વડે દિલીપ તંતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી ફરીયાદીની લાઈસન્સવાળી રિવોલ્વરની લૂંટ કરી હોવાની લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપીઓ ધનશ્યામ પરસોત્ત્।મ સોરઠીયા, હીરેન પરસોતમભાઈ લુણાગરીયાએ રેગ્યુલર જામીન અરજી અને પરસોતમ દ્યુસાભાઈ સોરઠીયા, નિખીલ પરસોત્ત્।મભાઈ સોરઠીયા અને જયેશ હકાભાઈ સોરઠીયાએ આગોતરા જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફતે જુદી જુદી ત્રણ જામીન અરજી કરી હતી.જે અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ બે આરોપીની રેગ્યુલર અને ત્રણ આરોપીની આગોતરા જમીન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

આ કેસમાં તમામ આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડિયા અને ગોંડલના જી.સી. ધાબલીયા રોકાયા હતા.

(3:46 pm IST)