રાજકોટ
News of Wednesday, 2nd December 2020

પંચાયત-પાલિકાઓમાં જોખમી પુરવાર થતી અનામત પ્રથાઃ ધીરૂભાઇ ધાબલીયા

રાજકોટ તા.  ર :.. ભારતની સ્વતંત્રતા પછી સૌને આશા હતી કે હવે સારૂ વહીવટી તંત્ર મળશે અને લોકો સુખી થશે. શરૂઆતની ધારાસભા, લોકસભામાં શિક્ષિત અને સેવાભાવી આગેવાનો ચૂંટાયા અને સારા વહીવટકર્તા બની રહ્યા. પરંતુ પાછળથી ચિત્ર બદલાઇ ગયુ હોવાનું ગ્રામ સ્વરાજ મંડળ રાજકોટના પ્રમુખ ધીરૂભાઇ ધાબલીયાએ જણાવેલ છે.

તેઓએ જણાવ્યું છે કે ધીમે ધીમે મતના રાજકરણમાં બહુમતી કોમ ધરાવતી વ્યકિત રાજકરણમાં આવી દેશનું બજેટ ધારાસભા તથા લોકસભા મંજૂર કરે પણ તેની મોટાભાગની રકમ ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતો હસ્તક આવી. પંચાયતીરાજ ૧૯૬૩ પછી વિશેષ કાર્યરત થયેલ છે. પંચાયતી રાજમાં બહુમતી કોમના વિશેષ સભ્યો ચૂંટાતા રહ્યા અને રાજય સરકારે વિશેષ અનામતની જગ્યા આપી.

દેશમાં ૧૯૬૩ પછી એક એવી પ્રબળ માંગ આવી કે જે તે કોમનો આગેવાન ચૂંટાય તો તેજ તે પ્રજાનું કલ્યાણ કરી શકે. ધારાસભા - લોકસભાની ચૂંટણીમાં આવા આગેવાનોને પ્રોત્સાહન મળ્યું. લોકશાહીને લાંછનરૂપ આ વિચારસરણી છેકે જે તે કોમનો વડો હોદા પર આવે તો જ કલ્યાણ થાય. ઢેબરભાઇ નાગરી નાતના હતા અને તેઓએ સૌરાષ્ટ્રનો ઘરખેડધારો બનાવી ખેડૂત અને ગીરાસદારના જમીનના પ્રશ્નો પતાવ્યા જે ભારતમાં શ્રેષ્ઠ પધ્ધતી હતી. ઠકકરબાપાએ અસ્પૃસ્યતા નિવારણનું કામ કર્યુ.

મહીલાઓને પ૦ ટકા સીટ તથા હોદા આપવામાં આવ્યા. પંચાયત, તાલુકા તથા જિલ્લા પંચાયતમાં પ૦ ટકા સ્ત્રી અનામત તથા પ૦ ટકા સામાન્ય તેમજ બક્ષીપંચ, અનુ. જાતિ, પુરૂષ અને સ્ત્રીની બેઠકો અપાઇ અને તે રોટેશન મુજબ ફરતા રહે. પરિણામે કોઇપણ કાર્યકર લાંબો સમય ટકી શકે નહિં. વિસ્તારની અનામત સીટો ફરતી રહેવાથી કોઇ સ્થિર આગેવાન ટકી શકતા નથી.

આ માત્ર સ્થાનિક સ્વરાજમાં પંચાયતની સ્થિતી છે તેવું નથી નગરપાલિકા અને મહાનગપાલિકાની સ્થિતી બગડી છે. ચૂંટાવા માટે કોઇ શૈક્ષણીક લાયકાત નથી નિરક્ષર તથા ઓછા અભ્યાસવાળા આગેવાનનું વહીવટી તંત્રના વડા કંઇ ચાલતુ નથી એકના બદલે બીજાને વહીવટ કરવો પડે છે. સ્ત્ી સભ્યના બદલે તેમના પતિ વહીવટ કરતા હોય તેવી પરિસ્થિતી  નિર્માણ પામી હોવાનું ધીરૂભાઇ ધાબલીયાએ જણાવેલ છ.

ગુજરાતમાં પંચાયતીરાજ તથા નગરપાલિકા અને કોર્પોરેશન ચૂંટણી આવી રહી છે. ત્યારે આ પ્રશ્ને સમજવા માટે જિલ્લા તથા તાલુકા પંચાયતની સીટોની ફાળવણી અંગે વિશ્લેષણ કરતા ધીરૂભાઇએ જણાવ્યું છે કે, જિલ્લા પંચાયત રાજકોટમાં ૩૬ સીટો છે. તેમાં ફકત ૧૩ સીટો સામાન્ય છે. ૧૪ સીટો સામાન્ય સ્ત્રી, ર સીટ અનુ. જાતિ તથા ર સીટ અનુ. જાતિ સ્ત્રી અને ર સીટ બક્ષીપંચ અને ર સીટ બક્ષીપંચ અને ર સીટ બક્ષીપંચ સ્ત્રી અને ૧ સીટ આદિજાતિની વસ્તી નહી હોવા છતાં રખાયેલ છે. ર૦૧પ માં ઉપલેટા, કોટડાસાંગાણી, તથા લોધીકા તાલુકામાં એક પણ સામાન્ય સીટ હતી નહિ. ચાલુ વરસે પણ તે સ્થિતિ લોધીકા માટે ચાલુ રહેલ છે. જામકંડોરણામાં એકપણ સામાન્ય સીટ નથી ૧૧ તાલુકાના જિલ્લામાં ૩૬ માંથી ફકત ૧૩ સામાન્ય સીટ છે.

કોટડાસાંગાણી તાલુકાની વાત કરીએ તો તાલુકાની ૧૬ સીટ છે તેમાં ફકત પ સીટ સામાન્ય છે. ૬ સામાન્ય સ્ત્રી, ૧ બક્ષીપંચ અને ૧ બક્ષીપંચ સ્ત્રી, ૧ અનુ. જાતિ અને ૧ અનુ. જાતિ સ્ત્રી અને ૧ આદી જાતિની છે જેથી વસ્તી નથી. ધારાસભામાં રાજકોટ ગ્રામ્ય ૧૯૭પ થી ચાલુ છે. મર્યાદામાં અનામત અપાય અને શૈક્ષણીક લાયકાત નકકી થવી જોઇએ. દેશની લોકશાહીને આ પધ્ધતી ભારે નુકશાન કરી રહેલ છે. તે સૌએ સમજવાની જરૂર છે. નગરપાલિકા અને કોર્પોરેશનની પણ આવી જ દશા છે. જેથી આ ગંભીર મુદ્ે સમીક્ષા કરી ફાયદા ગેરકાયદાનું વિશ્લેષણ થવુ ખુબ જરૂરી હોવાનું અંતમાં ધીરૂભાઇ ધાબલીયાએ જણાવેલ છે.

(2:42 pm IST)