રાજકોટ
News of Wednesday, 2nd December 2020

કોઠારીયા રોડ વેલનાથ પરામાં ગોૈતમ શર્માનું સર્પદંશથી મોત

મુળ યુપીનો યુવાન કલર કામ કરી ગુજરાન ચલાવતો'તો

રાજકોટ તા. ૨: કોઠારીયા રોડ પર વેલનાથ પરામાં રહેતો મુળ યુપીનો ગોૈતમ રામવીરભાઇ શર્મા (ઉ.વ.૨૫) રાતે દસેક વાગ્યે ઘરે સુતો હતો ત્યારે જનાવર કરડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃતક કલર કામ કરી ગુજરાન ચલાવતો હતો. ત્રણ ભાઇમાં નાનો અને કુંવારો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

રૈયાધારમાં હમીરભાઇ ચાવડાએ ફિનાઇલ પીધી

રૈયાધારમાં રહેતાં હમીરભાઇ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.૪૫) સાંજે ઘરે ફિનાઇલ પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

(12:58 pm IST)