રાજકોટ
News of Wednesday, 2nd December 2020

અરર... ર... શહેરની ર૪ માંથી ર૧ કોવિડ હોસ્પીટલોમાં ફાયર સેફટીમાં ક્ષતિઓ! તમામને નોટીસો

એચ. સી. જી. અને સ્ટર્લીંગ ત્થા સીવીલ હોસ્પીટલમાં બધુ બરાબર હોવાનો રીપોર્ટ

રાજકોટ તા. ૧ :.. ઉદય કોવિડ હોસ્પીટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ મ.ન.પા.નાં ફાયર બ્રિગેડ વિભાગે શહેરની તમામ કોવિડ હોસ્પીટલોમાં ફાયર સેફટીનાં સાધનોનું ચેકીંગ કર્યુ હતું જેમાં ર૪ પૈકી ર૧ કોવિડ હોસ્પીટલોમાં ફાયર સેફટીનાં અપૂરતાં સાધનો ત્થા અન્ય નાનીમોટી ક્ષતીઓ જોવા મળતાં આ તમામ ર૧ જેટલી હોસ્પીટલોને ફાયર સેફટી બાબતની નોટીસો અપાઇ હતી.

જે કોવિડ હોસ્પીટલને અપૂર્તા ફાયર સેફટીના સઘન ત્થા ક્ષતી બાબતે નોટીસો અપાઇ છે તેમાં આજ સુધીમાં આયુસ સેન્ટમેરી સ્કુલ સામે કાલાવડ રોડ, ઓરેંજ હોસ્પીટલ રજપૂતપરા શેરી નં. ૧, ક્રાઇસ્ટ કોવીડ માધાપર ચોકડી જામનગરરોડ, ક્રિષ્ના કોવીડ વિદ્યાનગર મેઇન રોડ, ચીરાયુ વિદ્યાનગર મેઇન રોડ, જયનાથ કોવીડ ભકિતનગરસર્કલ જીનેશીસ કોવિડ રૈયા રોડ, દેવ મલ્ટીશ્પેસ્યાલીસ્ટ વિદ્યાનગર મેઇન રોડ, નિલકંઠ હોસ્પીટલ સેન્ટમેરી સ્કુલ સામે કાલાવડ રોડ, પથીક આશ્રમ કોવીડ એચ. જે. દોશી હોસ્પીટલ સામે, રંગાણી કોવીડ રણછોડદાસજી આશ્રમ પાસે, રત્નદીપ કોવીડ રાષ્ટ્રીય શાળા પાસે, મંગલમ હોસ્પીટલ ૧પ૦ ફુટ રીંગ રોડ, શાંતી કોવીડ એચ. જે. દોશી હોસ્પીટલ સામે, સત્કાર કોવીડ બસ સ્ટેન્ડો પાછળ કનક રોડ, સેલસ કોવીડ રૈયા રોડ, સ્ટાર કોવીડ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે મવડી રોડ, હોપ કોવીડ કરણસિંહજી મેઇન રોડ રાજકોટ, વગેરે ઉપરાંત આજે પરમ, ન્યુ વિંગ તેમ સૌરાષ્ટ્ર વગેરે સહિત કુલ ર૧ કોવિડ હોસ્પીટલોને નોટીસો આપવામાં આવી હોવાનું ફાયર બ્રીગેડનાં અધિકારીઓએ જાહેર કર્યુ હતું.

જયારે એચ. સી. જી. સ્ટર્લીંગ ત્થા સીવીલ કોવિડ હોસ્પીટલમાં ફાયર સેફટીની પુરતી સુવિધા હોવાનું જોવા મળેલ.

(3:22 pm IST)