સુરક્ષિત રહી દીપોત્સવી પર્વ ઉજવો : કોગ્રેસની શુભેચ્છા
રાજકોટ ,તા. ૨ : અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતા મહાપર્વ દીપાવલીની શહેરીજનોએ શુભેચ્છા પાઠવતા કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદીપભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે કે, દિવાળી ખુશી વહેંચવાનો તહેવાર છે. હળી મળીને એકમેકને શુભેચ્છા આપવાનો તહેવાર છે. તમામ નાગરિકો અગિયારસથી શરૂ કરી દીવાળી સુધીના પાંચ દિવસ માટે ઘર આંગણે દીવા પ્રગટાવે, આંગણે રંગોળી કરે તથા ઘરને સુશોભીત કરી આ તહેવારને ખૂબ જ આનંદ, ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. વર્ષના છેલ્લા દિવસે આખા વર્ષ દરમિયાન કરેલી ભૂલોને ભુલાવી દઇ આગામી નવા વર્ષની સુવર્ણ પ્રભાતે એક નવા સંકલ્પ સાથે જીવનની સવારે ઉઘડે છે.
અંતમાં તેઓએ અપીલ કરી છે કે, કોરોના સમાપ્ત થયેલ નથી જેથી તહેવાર દરમ્યાન તકેદારી રાખવી, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ અને ભીડવાળી સ્થળે જવાનું ટાળીએ. નૂતનવર્ષ પ્રત્યેક નાગરિકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિનો પ્રકાશ ફેલાવે તથા સૌ માટે આરોગ્યપ્રદ અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.