રાજકોટ
News of Friday, 2nd November 2018

કોર્પોરેશન તથા સમસ્ત રાવળ સમાજ દ્વારા માં વાત્સલ્ય કેમ્પ યોજાયો

 રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી અમૃતમ ''માં'' વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ. આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૧પ૦ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદ્દઘાટન કમલેશભાઇ મીરાણી-હસ્તે દિપ પ્રાગટય કરી શુભાંરભ કરાવવામાં આવેલ. આ કેમ્પમાં મેયર બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ ''માં'' કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવાામં આવેલ. તેમજ આ કેમ્પમાં મહેમાનોનું સ્વાગત પ્રવચન આરોગ્ય સમિતી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે મોહનભાઇ કુ઼ડારિયા, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઇ વસોયા, અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, કશ્યપભાઇ શુકલ, હિરલબેન મહેતા, મીનાબેન પારેખ, અનિલભાઇ પારેખ, સુરેન્દ્રભાઇ વાળા, જીતુભાઇ સેલારા, કિરીટભાઇ ગોહિલ, રમેશભાઇ પંડયા, મહામંત્રી વોર્ડ નં. ૭ ખાસ હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં મહેમાનઓ રાજેશભાઇ બોરાણા, અધ્યક્ષ, સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ,ગોપાલભાઇ બોરાણા, પ્રમુખ, મહેશભાઇ ગોહેલ, મંત્રી ધર્મેશભાઇ સોઢા, મંત્રી રવિભાઇ નકુમ ટ્રસ્ટી હાજર રહેલ. (૬.૨૧)

(3:21 pm IST)