રાજકોટ
News of Monday, 2nd August 2021

મોચી બજાર કોર્ટના વધુ બે દરવાજાઓ ખોલાયા વકીલોની રજૂઆત બાદ ડીસ્ટ્રીકટ કોર્ટનો નિર્ણય

રાજકોટ તા. ર :.. કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ રહેલ કોર્ટોના દરવાજાઓ ખોલવા તાજેતરમાં વકીલો દ્વારા થયેલ રજૂઆતના અનુસંધાને આજે વધુ બે દરવાજાઓ ખોલવામાં આવ્યા હતાં.

મોચી બજાર કોર્ટ ખાતે આવેલ જુના બિલ્ડીંગ વાળી જગ્યા કે, જયાં સૌથી વધુ નોટરી વકીલો બેસે છે તે બિલ્ડીંગના દરવાજાઓ ખોલવા વકીલો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે વકીલોને પડતી મુશ્કેલીઓ સંબંધે થયેલ રજૂઆત બાદ આજે વધુ બે દરવાજાઓ ખોલાતા દોઢ વર્ષ બાદ અદાલતોના પ્રાંગણમાં ફરી રોનક જોવા મળી હતી. અને અસીલોની ચહલ-પહલના કારણે વકીલોમાં ખુશીની લાગણી જન્મી હતી.

કોરોનાની મહામારીનાં કારણે લોકડાઉન અમલમાં આવતા રાજકોટની સીવીલ ફોજદારી અને નેગેટશીએબલનો કોર્ટો જવા આવેલ તે જુનું હાઇકોર્ટ બિલ્ડીંગ કમ્પાઉન્ડમાં લોકડાઉન સમયથી દરવાજા બંધ રાખી પક્ષકારો તથા વકિલોને કોર્ટોમાં પ્રવેશ સામે બંધી નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરમાવવાામં આવેલ હતી. તે સમય દરમ્યાન પક્ષકારોને કોર્ટની તમામ કાર્યવાહી ઓનલાઇન ચલાવવા અને પક્ષકારોની હાજરી પણ ઓનલાઇન પુરવા વિગેરે વ્યવસ્થા સબંધે ગુજરાત હાઇકોર્ટે વખતો વખત સુચનાઓ આપેલ હતી. તે દરમ્યાન હાલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પક્ષકારોને તથા ૧ કિલોમીટરે અદાલતની કાર્યવાહી કિમીકલ કરવા સબંધે આદેશ થતાં હાઇકોર્ટ કમપાઉન્ડમાં આવેલ સીવીલ ફોજદારી અને નેગોસીએબલનો કોર્ટોમાં ચાલતા કેસોમાં અરજદારો, વકીલો અને પક્ષકારોએ હાજરી આપવાનું જરૂરી બનેલ.

આ કમ્પાઉન્ડમાં આવવા-જવા માટે પક્ષકારો, વકીલો અને સ્ટાફ તથા જામીનને ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય, વકીલોને ઝેરોક્ષ વિગેરે કરાવવા માટે બહુ લાંબા રસ્તેથી જવુ પડતુ હોય ટ્રાફીકની ખૂબ જ સમસ્યા હોય તેથી વધુ દરવાજા ખોલવા માટે ડીસ્ટ્રીકટ બાર એસોસીએશન, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર શ્રી દિલીપભાઇ પટેલ તથા રાજકોટ બાર એસો. નાં શ્રી બકુલભાઇ રાજાણીની આગેવાનીમાં મોટી સંખ્યામાં વકીલોએ લેખિત તથા રૂબરૂ રજૂઆત કરતા આજરોજ જુના હાઇકોર્ટ બિલ્ડિંગમાં આવેલ પગદંડી માટેના બે દરવાજા ડિસ્ટ્રીકટ જજ શ્રી ઉત્કર્ષભાઇ દેસાઇએ  ખોલવા માટે સુચના આપતા આજરોજ આ દરવાજા ખોલવામાં આવેલ છે.

ડીસ્ટ્રીકટ જજશ્રીના વકિલો, પક્ષકારોને ઝેરોક્ષ વિગેરે કરાવવા માટે જવા-આવવા માટે પડતી મુશ્કેલીઓ નિવારવા માટેના આ પગલાને રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસો.નાં પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ મેહુલ મહેતા, જયેશ બોઘરા, સેક્રેટરી દિલીપ જોષી, અજય પીપળીયા, જોઇન્ટ સેક્રેટરી જતીન ઠકકર, નયનભાઇ વ્યાસ, ખજાનચી વી. ડી. રાઠોડ, લાઇબ્રેરી સેક્રેટરી નિવિદ પારેખ, નિરવ પંડયા, કારોબારી સભ્યો પ્રતિક વ્યાસ, હિરેન રૈયાણી, મહેન્દ્ર શાહ, સોદિત મોર, વિરેન રાણીંગા, કિશન વાલ્વા, જે. કે. ગોસાઇ, જીજ્ઞેશ સભાડ, નૃપેન ભાવસાર, રાજેશ ચાવડા, શૈલેષ સુચક, તથા રાજકોટ બાર એસો.નાં પ્રમુખ બકુલ રાજાણી, બાર કાઉ. ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે તથા રાજકોટ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશ જોષી, વિગેરેએ  વકીલો અને પક્ષકારોના હિતની હોવાનું જણાવીને વધાવેલ છે.

(4:02 pm IST)