રાજકોટ
News of Monday, 2nd August 2021

શ્રમણ સંઘ મંત્રી રાષ્ટ્રીય સંત

પૂ.કમલમુનિ મ.સા.ના સાનિધ્યમાં ઇન્દીરા સર્કલ ખાતે રોપા વિતરણ યોજાયુ

ગ્રીન ફીલ્ડ ટ્રસ્ટ તથા ધ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

રાજકોટઃ એ.સી.પી. ડેન્ટલ કેર ની લોક ભાગીદારીમાં રાજકોટના પર્યાવરણ પ્રેમી અને વૃક્ષ બંધુ વિજયભાઈ પાડલીયાએ તેના ટ્રસ્ટ 'ગ્રીન ફિલ્ડ' તથા દિપકભાઈ વ્યાસ ધ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા તા.૩૧ શનિવાર ના રોજ સવારે ૧૧–૦૦ કલાકે શ્રમણ સંધ મંત્રી રાષ્ટ્રીય સંત પુ. કમલ મુનિજી મ.સા. ના સાનિઘ્યમાં ઈન્દિરા સર્કલ ખાતે ઉચ્ચ કવોલીટીના રોપાઓનું વિતરણ ૧પ૦ ફુટ રોડ, ઈન્દિરા સર્કલ ખાતે વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી વૃક્ષપ્રેમી નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

વિજયભાઈ પાડલિયા જણાવે છે કે, રોપા વિતરણ શહેરના વૃક્ષ પ્રેમી લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડયાં હતાં, રોપા મેળવવા માટે લોકોની કતારો લાગી હતી, ઉપરાંત રોપાઓનું અભુતપૂર્વ વિતરણ થયું હતું, અમારી આ સ્તુત્ય ઝુંબેશને સફળ બનાવવા ટ્રસ્ટના મોભીઓ વિજયભાઈ પાડલિયા, દિપકભાઈ વ્યાસ, ડો. આશીષ છજલાણી, એડવોકેટ સુરેશભાઈ છજલાણી, રાજુભાઈ ગાંધી, સુરેશભાઈ કણસાગરા, રાજુભાઈ કણસાગરા, દર્શિત જોષી, નવધણ ડોંડા, સંજયભાઈ જાવીયા, ડો.ચાર્મી પાડલીયા, હર્ષિદાબેન ખજુરીયા,  દિનેશભાઈ પટેલ, રાજુભાઈ જાવિયા, નરેશભાઈ બુંદેલા, દાનાભાઈ કાનાણી, તાજ મહમદ કાદરી, જયેશ વડીયાતર, કેતનભાઈ વાછાણી, મેહુલ પાડલીયા, શાન્તિલાલ દેશાઈ, અશ્વિનભાઈ ઘેટીયા, આશીષ પટેલ, કાંતિભાઈ પનારા, મહેન્દ્રભાઈ ભેંસદડીયા, તેજસ બામટા, કાળુભાઈ  વગેરે અવિરત ખડેપગે જહેમત ઉઠાવી રહયા છે.

(3:10 pm IST)