રાજકોટ
News of Sunday, 2nd August 2020

બાબરી મસ્જિદ વ્યકિતના ગુલામીની નિશાની હતી : અભયભાઈ

દેશમાં જેટલી આવી નિશાનીઓ છે તેને સૌને સાથે રાખી પરામર્શ કરી મીટાવી દેવી જોઈએ : ખરાઅર્થમાં દેશ ત્યારે જ આઝાદ બનશે જયારે રામ મંદિરનું નિર્માણ પામશે : રામમંદિર બનશે ત્યારે જ મિઠાઈ ખાઈશ તેવી અભયભાઈની માનતા ૨૦ વર્ષે પૂર્ણ થશે

રાજકોટ, તા. ૧ : શહેરમાં આવેલ સોની બજાર એક અઠવાડીયા બાદ આજથી ફરી ધમધમતુ થયુ છે. રાજયસભાના સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજના હસ્તે સોની બજારમાં સેનેટાઈઝ કરી ફરીથી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ તકે તેઓએ પત્રકારો સાથે ગુફતગુ પણ કરી હતી.

અભયભાઈએ જણાવેલ કે ફોરેન એક ક્રિશ્ચન દેશ છે તે ગુલામીમાંથી થયુ ત્યારે જર્મનીએ બનાવેલ તમામ વસ્તુઓનો નાશ  કર્યો હતો. જેમાં ક્રિશ્ચન ચર્ચનો પણ સમાવેશ થતો હતો. તેવી જ રીતે બાબરી મસ્જીદ વ્યકિતની ગુલામીની નિશાની હતી. આ નિશાનીને મિટાવી દેવામાં આવી છે. ભારત દેશ ત્યારે જ આઝાદ બનશે જયારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પામશે.

દેશમાં જેટલી આવી નિશાનીઓ છે તેને સૌને સાથે રાખી સમજાવી મિટાવી દેવી જોઈએ.

અભયભાઈએ જણાવેલ કે હું ગ્વાલીયર ગયો હતો ત્યારે મે એક માનતા રાખેલી. માનતા રાખવી એ આપણી શ્રદ્ધાનું પ્રતિક છે. આગામી ૫મી ઓગષ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યુ છે. અભયભાઈએ વર્ષ ૨૦૦૦માં મીઠાઇ ન ખાવાની માનતા રાખેલી, આમ ૨૦ વર્ષ બાદ તેઓની માનતા પૂર્ણ થઈ રહી છે.

(1:04 pm IST)