News of Saturday, 1st August 2020
મહામારીમાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની અનેરી સેવાઃ જાતે ઉકાળો બનાવી વિતરણ
વોર્ડ ૧૩માં સુરક્ષા રથ મારફત વોર્ડ ૧૩ કોર્પોરેટર જાગૃતિબેન. ડાંગર દ્વારા આયુર્વેદિક ઉકાળા પીવરવાનુંં ચાલુ કરેલ છે પોતે જાતે સમગ્ર વોર્ડ માં ઘરે ઘરે આપે છે જે પોતે જાતે ઘરે બનાવી જેની અંદર 'દશમુલ કવાથ' ગોખરૂ, નાની મોટી ભોરિંગણી, અરણી મૂળ, બીલી મૂળ, શાલપરણી વગેરે ૧૦ દ્રવ્યોના મૂળ 'પથ્યાદી કવાથ' હરડે, નાગરમોથ, સૂંઠ, વજ, પીત્ત્।પાપડો વગેરે ૧૦ દ્રવ્યો જેવા દેશી ઓસડીયા ને એક દિવસ પલાળી બીજે દિવસે ઉકાળો બનાવા માં આવે છે અને વોર્ડમાં એક એક ઘરે જઈને આપવામાં આવે છે સ્વ.ઇન્દુબેન રસીકલાલ અનડકટ સ્મરણાથે ગોપાલભાઈઅનડકટ ના સહયોગ આ ઉકાળાનું વિતરણ થઇ રહ્યુ છે.
(3:42 pm IST)