રાજકોટ
News of Saturday, 1st August 2020

ગાંધીગ્રામ અને ભારતીનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ૧૪ મહિલા ઝડપાઇ

ગાંધીગ્રામ પોલીસે મહિલાઓ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી

રાજકોટ, તા. ૧ :  ગાંધીગ્રામ અને ભારતીનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર ગાંધીગ્રાામ પોલીસે દરોડો પાડી જુગાર રમતી ૧૪ મહિલાને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમીશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવિણકુમાર મીણા અને મનોહરસિંહ જાડેજાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. કે.વી. જાડેજા સહિત પેટ્રોલંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગાંધીગ્રામ શેરી નં. ૧રમાં આવેલા એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક લક્ષ્મીબેન કાળુભાઇ ચૌહાણ (ઉ.વ.પ૧), પ્રજ્ઞાબેન કમલેશભાઇ મકવાણા (ઉ.વ.૩પ), શેરી નં. ૧રના રંજનબેન નરેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.૪પ), શેરી નં. ૬ના મીરાબેન મયુરભાઇ બુંદેલા (ઉ.વ.પ૦), શેરી નં. ૧રના રચના ધવલભાઇ બુંદેલા (ઉ.વ.ર૩), દેીપુબેન સાવનભાઇ બુંદેલા (ઉ.વ.ર૮), કલ્પનાબેન અશોકભાઇ બુંદેલા (ઉ.વ.પ૦) અને કાજલ બેન કમલેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૮) ને પકડી લઇ રૂ. ર૯૮૦ સહિતની મતા કબ્જે કરી હતી અને આઠેય મહિલા વિરૂધ્ધ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં હેડ કોન્સ.ખોડુભા જાડેજા તથા કિશોરભાઇ સહિતે ભારતીનગર શેરી નં.૪માં મહિલાના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક જયશ્રીબેન કિશોરભાઇ પીપરીયા (ઉ.પ.૪૮) તથા જીજ્ઞાશા બેન જયેન્દ્રસિંહ ચાવડા (ઉ.વ.૩ર), હેતલબેન ભરતભાઇ જોગીયાણી (ઉ.વ.૩ર), જયશ્રીબેન વિપુલભાઇ નકુમ (ઉ.વ.૩ર), મીતા જયેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.૪પ) અને માનવરાજ જયેન્દ્રસિંહ પરમાર, (ઉ.વ.ર૦) ને પકડી લઇ રૂ. ૪૧૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી અને છએ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:51 pm IST)