રાજકોટ
News of Saturday, 1st August 2020

થોરાળા, ગાંધીગ્રામ, યુનિવર્સિટી વિસ્તારમાં ડીસીપી, એસીપીનું કન્ટેઇનમેન્ટ ઝોનમાં ચેકીંગઃ એક શખ્સ સામે ગુનો નોંધાયો

ગાંધીગ્રામ શ્યામનગરના હેમંત ભાનુશાળીએ કવોરન્ટાઇન ભંગ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરીઃ એસીપી દિયોરા, એસીપી રાઠોડ, પીઆઇ હડીયા, પીઆઇ વાળા, પીઆઇ ઠાકર અને ટીમો દ્વારા તપાસ

રાજકોટઃ કોરોનાના વધી રહેલા કેસો સામે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ સાથે મળી કાર્યવાહી શરૂ કરી હોઇ તે અંતર્ગત ગત સાંજે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારો અને થોરાળા પોલીસ મથકના વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયા હોય ત્યાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી પી. કે. દિયોરા, એસીપી એચ. એલ. રાઠોડ તથા પીઆઇ કે. એ. વાળા, પીઆઇ જી. એમ. હડીયા અને ટીમોએ ઓચિંતી મુલાકાત લઇ તપાસ કરી હતી. કન્ટેઇનમેન્ટ જાહેર થયેલા હોય ત્યાંના રહેવાસીઓને ઘર બહાર ન નીકળવા અને તકેદારી રાખવા સુચના અપાઇ હતી. તેમજ આ ઝોનમાં બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફને પણ મહત્વની સુચના અને માર્ગદર્શન અપાયું હતું. ગાંધીગ્રામ વિસ્તારના શ્યામનગર આરસીકે પાર્ક બી-૧૦૨માં રહેતાં હેમંત બાબુભાઇ ચાંદ્રા (ભાનુશાળી) (ઉ.વ.૪૨)એ કવોરન્ટાઇનનો ભંગ કર્યો હોઇ તેની સામે આઇપીસી૨૭૦ મુજબ પીએસઆઇ આર. સી. પટેલ, હેડકોન્સ.ખોડુભા જાડેજા, કોન્સ. વનરાજભાઇ, દિગુભા, દિવ્યરાજસિંહ, કનુભાઇ, અમીનભાઇ, કિશોરભાઇ સહિતે કાર્યવાહી કરી હતી. આજે બપોરે યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર તથા પીએસઆઇ એમ. વી. રબારી અને ટીમે યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં કન્ટેઇનમેન્ટ ઝોનની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કર્યુ હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:50 pm IST)