રાજકોટ
News of Saturday, 2nd July 2022

લેણી રકમ વસુલવા અપહરણ કરી ગોંધી રાખી માર મારવાના ગુનામાં બે આરોપીના જામીન મંજુર

રાજકોટ,તા. ૨ : તાજેતરમાં ભકિતનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં બનેલ ચકચારી અપહરણનો બનાવ જેમા ઢેબર રોડ, કાંતાસ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલ શ્રીમદ ભવનમાં બાલાજી ઈન્‍ફોલાઈન નામે ઓફીસ ધરાવતા ફરીયાદી ઉપેન્‍દ્ર પરસોતમભાઈ કતબાએ તેના દુબઈ રહેતા મિત્ર હીરેનના કહેવાથી ફરીયાદીએ આરોપી રમેશભાઈ ડાવરા પાસેથી રકમ રૂમ.૨,૫૦,૦૦,૦૦૦/- લઈ દુબઈ મુકામે હેરેનને ફરીયાદીએ રકમનું આંગડીયુ કરી મોકલેલ રકમ હીરેન પરત કરતો ન હોય જવાબ આપતો ન હોય અને તે ફરીયાદીના સંપર્કમાં હોવાથી આરોપીઓએ સમાન ઈરાદો પાર પાડવા પુર્વયોજીત કાવત્રુ રચી લઈ ગયેલ રકમ રૂમ.૨,૫૦,૦૦,૦૦૦/- કાઢાવવા ફરીયાદીનું કારમાં અપહરણ કરી વાડીમાં લઈ જઈ પાઈપ તથા ધોકા વડે માર મારી ફેક્‍ચર કરી મૃત્‍યુ અને મહાવ્‍યથાના ભયના ઓથાર હેઠળ મુકી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્‍હો આચરનાર કલ્‍પેશ ડાવરા તથા ચિંતન કાંજીયાને રેગ્‍યુલર જામીન ૫૨ મુકતો કરતો હુકમ રાજકોટ સેશન્‍સ જજે ફરમાવેલ છે.
તપાસ અધિકારીનું સોગંદનામું લક્ષે લેતા મુદામાલ રીકવર થઈ ગયેલ હોય, આરોપીઓનો ચોકકસ રોલ આફટર એવીડન્‍સ જ નકિક થઈ શકે ગુન્‍હાની ગંભીરતા સજાની જોગવાઈ વિગેરે તમામ હકીકતો લક્ષે લઈ બંને આરોપીઓની તરફેણમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવો મુનાસીફ માની રાજકોટના એડી. સેશન્‍સ જજે બંને આરોપીઓને રેગ્‍યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.
ઉપરોકત કામમાં બંને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભૂવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

 

(4:51 pm IST)