રાજકોટ
News of Saturday, 2nd July 2022

એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા તા. ૪ થી ૧૮ દરમ્‍યાન જનજાગૃતિના કાર્યક્રમોઃ બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી અંગે માર્ગદર્શન અપાશે

રાજકોટ : તા.ર : ભારે વરસાદની આગાહીના પગલે જીલ્લામાં આપત્તિના સમય ેબચાવ-રાહત કામગીરી, પ્રાથમિક સારવાર વગેરે અંગે પ્રશિક્ષણ આપવા એન.ડી.આર.એફ.ની ટુકડી કાલથી તા. ૧૮ સુધી કાર્યક્રમ કરશે.

ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે પૂર, હોનારત  તેમજ અન્‍ય આપત્તિની પરિસ્‍થિતિમાં કેમ બચાવ કરવો અને જાનમાલનું નુકસાન અટકે તે માટે એનડીઆરએફ - રાજકોટ ની ટીમ દ્વારા રાજકોટ જિલ્લામાં તા. ૪ થી ૧૮ જુલાઈ દરમ્‍યાન આપત્તિના સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી અંગે જનજાગળતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાજકોટ ઉપરાંત પડધરી, ગોંડલ, ઉપલેટા, જેતપુરમાં ગ્રામ્‍ય, તાલુકા તેમજ શાળા અને કોલેજ કક્ષાએ યોજાનારા કાર્યક્રમોમાં છાત્રોને બચાવ કામગીરી સહિતના વિષય પર માર્ગદર્શન ટીમ દ્વારા પૂરું પાડવામાં આવશે તેમ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ - રાજકોટ, નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.

(4:44 pm IST)