News of Saturday, 2nd July 2022
જિલ્લા બેંકની વાળોદર શાખામાં ઉચાપત પ્રકરણ
જિલ્લા સહકારી બેંકના કેશીયર-મેનેજર સસ્પેન્ડ : નાણા થાપણદારોના ખાતામાં
રાજકોટ, તા. ર : રાજકોટ જિલ્લા બેંકની વાળોદર શાખામાં થયેલ ઉચાપત બાબતે બેંકના સી.ઇ.ઓ. વી.એમ. સખિયાની યાદી જણાવે છે કે ઉચાપતની આ ઘટનામાં ગત તા. ૧૩ જૂનના રોજ આરોપી કેશિયર વિકાસ રતિલાલ લાખાણી પાસેથી તમામ રકમની જ વ્યાજ સાથે વસુલાત કરી જે તે થાપણદારોના ખાતામાં તા. ર૦-૬-રર ના રોજ જમા કરાવી દેવામાં આવી છે. આ ઘટનામાં બેંક કે થાપણદારોના કોઇ નાણા ડુબ્યા નથી. બેંકે કેશિયર વિકાસ લાખાણી તથા બ્રાન્ચ મેનેજર રાજુ રાવલ બન્નેને સસ્પેન્ડ કરી દીધા છે. (૯.૧૦)
(4:08 pm IST)