રાજકોટ
News of Saturday, 2nd July 2022

મા ક્રેડીટ કો. ઓપ. સોસાયટીના પ્રમુખના કૌભાંડ અંગે

કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ અને મંડળીના પ્રમુખ-હોદેદારો વિરૂધ્‍ધ પોલીસ કમિશનરને ફરીયાદ

રાજકોટ તા. ર :.. મા ક્રેડીટ કો. ઓપ. સોસા. ના પ્રમુખનું મસમોટુ કૌભાંડ બહાર આવેલ છે. રોકાણકારોને આપેલ ચેક રીર્ટન થતા ફરીયાદ કોર્ટમાં કરવામાં આવેલ હતી.
શહેરના મનહર પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા મહેશભાઇ મણીલાલભાઇ મહેતાએ શ્રી મા ક્રેડીટ કો. ઓપ. સોસા. ઠે. શાષાીનગર (અજમેરા) નાના મવા રોડ ખાતે આવેલ મંડળીમાં  પોતાની બચત મુડીનું રોકાણ કરેલ હતું. મહેશભાઇ સિવાય તેઓ અન્‍ય પરિચિતો તથા શહેરના જુદા જુદા વિસ્‍તારમાં રહેતા લોકોએ આ મંડળીમાં પોતાની મરણ મુડી સમાન રકમ મુકેલ હતી. મહેશભાઇ મહેતાને મંડળીએ આપેલ સમય મર્યાદા પુર્ણ થયેલ હોવા છતાં પોતાની રકમ પરત ન મળતા તેઓ પ્રમુખ અને આ અંગે વારંવાર રજૂઆત કરતાં મંડળીના પ્રમુખે પોતાનું તથા તેમનો માતાના સંયુકત ખાતાને ચેક આપેલ હતો.
આ ચેક રીટર્ન થતાં મંડળીના પ્રમુખ કપિલ વંકાણી તથા પદ્માબેન વંકાણી સામે કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્‍ય રોકાણકારોને પણ નિયમિત સમય મર્યાદા માં પોતાની રકમ પરત ન મળતા મંડળીના પ્રમુખ તથા મંડળીના તમામ હોદેદારો સામે પોલીસ કમિશનરને ફરીયાદ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત મંડળીના અન્‍ય રોકાણકારો કે જેઓને પોતાની મરણમુડીની રકમ પરત ન મળતા મંડળીની ઓફીસે તથા પ્રમુખને વાતચીત કરતા રોકાણ કારોને જાણવા મળેલ કે મંડળીના પ્રમુખે મસમોટુ કૌભાંડ આચરેલ છ.ે અને મંડળીમાં રોકવામાં આવેલ રકમોની ઉચાપત કરી પોતાના અંગત ઉપયોગમાં ઓળવી ગયેલ છે. તેમજ મંડળીમાં ફ્રોડ કરી ઘણુ મસમોટુ કૌભાંડ આચરેલ છે. જે અંગે રોકાણકારોએ પોલીસ કમિશ્નરને પ્રમુખ તથા મંડળીના તમામ હોદેદારો સામે કાયદેસરના પગલા લેવા લેખિત ફરીયાદ આપવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી મહેશભાઇ મહેતા તથા અન્‍ય રોકાણકારો વતી યશસ્‍વી એશોસીએટસના એડવોકેટ કિશન એસ.રાજાણી, વિવેક એલ.ધનેશા, અજયભાઇ કે. જોબનપુત્રા, કૃપા એચ. પોબારૂ, પુનમ સી.આગોલા તથા લીગલ આસીસ્‍ટન્‍ટ તરીકે કરશન એન.ભરવાડ, શૈલેષ વકાતર, જલ્‍પા ખીમસુરીયા રોકાયેલ છે.

 

(4:02 pm IST)