રાજકોટ
News of Saturday, 2nd July 2022

પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડના રોજમદાર કર્મચારીઓ આંદોલનના માર્ગે

રાજકોટ તા. ૨ : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ વડી કચેરી ગાંધીનગરના આધીકારીઓ દ્વારા સરકારી પરીપત્રોનું મનઘડત અર્થઘટન કરી બોર્ડના રોજમદાર કર્મચારીઓનું આર્થીક શોષણ કરવામાં આવી રહ્યાનો અવાજ કર્મચારી મહાસંઘે ઉઠાવી લડતના મંડાણ શરૂ કરેલ છે.

જેના ભાગરૂપે કાળી પટ્ટી ધારાણ કરીને વિરોધ કરવામાં આવેલ. તેમજ પેન ડાઉન સ્‍ટ્રાઇક કરાઇ હતી. આગામી તા. ૧૧ ના બોર્ડ કચેરી સામે રામધુન, તા. ૧૮ ના એક દિવસીય ધરણા, તા. ૨૫ ના ઝોન કચેરીઓ સામે ઉપવાસ આંદોલન કરાશે. તેમ કર્મચારી મહાસંઘના મહામંત્રી જનકભાઇ બ્રહ્મભટ્ટ (મો.૯૮૭૯૪ ૯૦૭૯૪) ની યાદીમાં જણાવાયુ છે.

(3:42 pm IST)