રાજકોટ
News of Thursday, 2nd July 2020

ગેરવર્તન કરવા બદલ પોલીસ અધિકારીઓ સહીત પોલીસકર્મી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા ગુજરાત પ્રદેશ કોંગેસના મંત્રી રાજદીપસિંહ જાડેજા

રાજકોટમાં ઘોડા પરથી ખેંચીને બળજબરી કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સંદર્ભે એસી. પી. રાઠોડ, પો. ઇન્સ. વિરલ ગઢવી, પીએસઆઇ જેબલીયા સહિતના સામે ફરિયાદ : લેખિત ફરિયાદ કરતી વેળાએ રાજકોટ બાર એસો.ના વકીલોની મોટી સંખ્યામાં હાજરી

રાજકોટ,તા.૨: પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ પ્રેરિત દેશભરમાં વિરોધ પ્રદર્શન દેખાવો યોજાયા હતા ત્યારે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગેસના મંત્રી રાજદીપસિંહ જાડેજા યાજ્ઞિક રોડ પર ઘોડા પર બેસીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારે તેઓની સાથે થયેલ ગેરવર્તન બદલ પોલીસ સામે ફરિયાદ નોંધાવેલ છે.

ઙ્ગ ફરિયાદમાં રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે યાજ્ઞિક રોડ પર ઘોડા પર બેસીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં હતા ત્યારે ભકિતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વિરલ ગઢવી તથા પો,સબ,ઇન્સ, જેબલીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓ અચાનક ઘોડા પાસે આવીને નીચે ઉતારી મુકેલ અને જે ઘોડા પર બેઠા હતા તે ઘોડાને પણ માર મારીને ઘોડા પરથી બળજબરી પૂર્વક ખેંચીને નીચે ઉતારી પોલીસવાનમાં બેસાડી દીધેલ આ સમયે વિરલ ગઢવી તથા એ,સીપી રાઠોડને ગાળો નહીં આપવા કે બળજબરી કે મારામારી નહીં કરવા વિનંતી કરતા વધુ ઉશ્કેરાયેલ અને પીઆઇ વિરલ ગઢવીએ પોલીસ વાનમાં ઝાપટો મારેલી, કોઈ ગુન્હો નહીં કરેલ હોવા છતાં અને માત્ર ત્રણ વ્યકિતઓ હોવા છતાં જાહેરનામાના ખોટા કેસમાં સંડોવી દીધેલ છે અને પોલીસ સ્ટેશને લઇ જઈને પીઆઇ વિરલ ગઢવીએ ધમકી આપેલ કે સરકાર અમારી છે ભવિષ્યમાં કયારેય આવા વિરોધ પ્રદર્શન કર્યા તો જાનથી મારી નાખશું.

ઙ્ગઆમ ઉકત દશાવેલ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ કોઈપણ જાતના વાંક ગુન્હા વગર બળજબરી કરી ભૂંડાબોલી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ઘોડા જેવા અબોલ પશુને માર મારેલ છે સબબ લેખિત ફરિયાદ કરેલ છે.

ઙ્ગ એડવોકેટ રાજદીપસિંહ જાડેજાએ આ લેખિત ફરિયાદ આપી ત્યારે રાજકોટ બાર એસો,ના વકીલોએ રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહીને વકીલ એકતાના દર્શન કરાવ્યા હતા રાજદીપસિંહ જાડેજા સાથે રાજકોટ બાર એસો,ના પ્રમુખ બકુલભાઈ રાજાણી ,સેક્રેટરી જીગ્નેશભાઈ જોશી,રેવન્યુ બાર એશો.ના કના હોદ્દેદાર અને ભાજપ લીગલ સેલના અગ્રણી ધારાશાસ્ત્રી સી,એચ,પટેલ,જયેશભાઇ બોઘરા,હર્ષિલ પિયુષભાઇ શાહ,એડવોકેટ વિવેક ધનેશ,સંદીપ વેકરીયા,કેતનભાઈ મંડ ,વગેરે વકીલો હાજર રહ્યા હતા.

ઙ્ગઆ ફરિયાદ સંદર્ભે ફરિયાદી રાજદીપસિંહ જાડેજાને સંપૂર્ણ કાયદાકીય માર્ગદર્શન રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલે પૂરું પાડ્યું હતું.

(4:05 pm IST)