રાજકોટ
News of Tuesday, 2nd March 2021

રાજકોટમાં બપોર સુધીમાં ૧૪ કેસ

કુલ કેસનો આંક ૧૬,૨૨૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૫,૮૬૬ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭.૮૫ ટકા થયો

રાજકોટ, તા.૨:  વૈશ્વિક મહામારી કોરોનાનાં શહેરમાં બપોર સુધીમાં ૧૪ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૬,૨૨૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૫,૮૬૬ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૭.૮૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૧૪૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૮૪ ટકા થયો  હતો. જયારે ૧૪ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં  ૫,૯૭,૮૧૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૨૨૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૭૧  ટકા થયો છે.

(3:22 pm IST)