રાજકોટ
News of Tuesday, 2nd March 2021

રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયતઃ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનો જયજયકાર...

રાજકોટઃ વિરાણી હાઇસ્કુલ ખાતે રાજકોટની જીલ્લા પંચાયતની ૬ તો તાલુકા પંચાયતની રર બેઠકોની ગણત્રી ચાલી રહી છે જીલ્લા પંચાયતની બેઠકની ગણત્રી પુરી થતા વિજેતા થયેલ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જયઘોષ બોલાવ્યો હતો, બંને પક્ષના હજારો ટેકેદારો ઉમટી પડતા વિરાણીનું આખુ મેદાન ઉભરાઇ ગયું હતું.  પ્રસ્તુત તસ્વીરમાં ઉમટી પડેલ જનમેદની (સોશ્યલ ડીસ્ટન્ટના ધજાગરા) નજરે પડે છે. નીચેની તસ્વીરમાં કસ્તુરબા બેઠકમાં ભાજપના ઉમેદવાર ભૂપત બોદર, આણંદપર-૧ ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબેન બાલેન્દ્રા, ત્રીજી તસ્વીરમાં બેડીના વિજેતા ભરતભાઇ ડાભી, ચોથી તસ્વીરમાં ગાોરીદડ બેઠકના વિજેતા ભાવિશાબેન અજાણી ત્યારબાદ બેડલા બેઠક ઉપર ભાજપના સવીતાબેન ગોહેલ,ભીમાભાઇ ગાલાણી, તો બેડી બેઠક ઉપર શ્રીમતી ચાવડા વિજયી થયા તે જણાય છે. છેલ્લી તસ્વીરમાં કોંગ્રેસના અર્જુનભાઇ ખાટરીયા-કોટડા બેઠક ઉપર જીતી ગયા તે કજણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:18 pm IST)