News of Tuesday, 2nd March 2021
ભાજપના જુથવાદની તીવ્ર અસર
કોંગીમાંથી ભાજપમાં જોડાયેલા નિલેષ વિરાણીનો પરાજય
ભાજપમાંથી કોંગીમાં આવેલા ભરત લક્કડ વિજેતા
રાજકોટ, તા. ર : જિલ્લા પંચાયતની સરધાર બેઠક પર ભાજપના ઉમેદવાર નિલેષ વિરાણીનો ૧ હજારથી વધુ મતે પરાજય થયો છે. તેઓ કોંગી શાસનમાં જીતીને પંચાયત પ્રમુખ બનેલા. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે હારી ગયા છે. ગયા વખતે ભાજપના ઉમેદવાર તરીકે તેમની સામે હારેલા ભરત લક્કડ આ વખતે કોંગી ઉમેદવાર તરીકે જીતી ગયા છે. પક્ષપલ્ટો ભાજપને નડ્યો છે. કોંગીને ફળ્યો છે.
(3:17 pm IST)