રાજકોટ
News of Tuesday, 2nd March 2021

ચેમ્બર ઓફ કોમર્સની રજુઆતો સફળ : રાજકોટથી વધારાની ફલાઇટો શરૂ

રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને પ્રજાજનોને મુંબઇ અને દિલ્હી જેવા શહેરોમાં અવર જવર વધુ રહેતી હોય વધારાની હવાઇ સેવા શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રજુઆતો કરાઇ હતી. તેમજ તાજેતરમાં એરપોર્ટમાં નવનિયુકત ડાયરેકટર દિગંત બોરાને રૂબરૂ મળી રાજકોટથી વધુ ફલાઇટો શરૂ કરવાની માંગણી દોહરાવાઇ હતી. જે અનુસંધાને સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ અને રાજકોટ-બેંગ્લોરની વધુ ફલાઇટો શરૂ કરાઇ અને હજુ તા. ૭ થી રાજકોટ હૈદ્રાબાદ માટેની ફલાઇટ તેમજ ૧૭ મીથી રાજકોટ ગોવાની ફલાઇટ શરૂ કરવા આયોજનને અમલી બનાવાતા વેપારી વર્ગ અને જનતામાં રાહતની લાગણી પ્રસરી હોવાનું ચેમ્બર ઓફ કોમર્સની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)