રાજકોટ
News of Tuesday, 2nd March 2021

હે જગજનની હે જગદંબાઃ હેડકવાર્ટરના અંબાજી મંદિરે મહાઆરતીનો લાભ લેતાં પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ અને પરિવારજનો

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પુરૂ થતાં યોજાયા ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ સાથે તેમના ભાઇ ડો. અજય અગ્રવાલ પણ જોડાયાઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણુકમાર મીણા, એસીપી ડી.વી. બસીયા સહિતના સામેલ થયા

રાજકોટઃ શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે અંબાજી માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગઇકાલે એક વર્ષ પુરૂ થતાં તે નિમિતે ત્રિવીધ ધામિર્ક કાર્યક્રમો યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા તથા સાંજે મહાઆરતીનું આયોજન થયું હતું. જેમાં તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ પરિવારજનોએ ભાગ લીધો હતો અને મા જગ જનની અંબા માતાનો જયજયકાર કર્યો હતો. સાંજે મહાઆરતીમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, તમામ પીઆઇ વી. કે. ગઢવી તથા બીજા પીઆઇ તેમજ પીએસઆઇ તેમજ હેડકવાર્ટરમાં રહેતાં પોલીસ પરિવારના સભ્યો સામેલ થયા હતાં. શ્રી અગ્રવાલના ભાઇ ડો. અજય અગ્રવાલ સુરતથી આવ્યા હોઇ તેમને પણ આ ધર્મકાર્યનો લાભ મળ્યો હતો. તસ્વીરમાં સાંજના સમયે રોશનીથી ઝળહળતું અંબાજી મંદિર, માતાજીની પ્રતિમા, આરતી કરી રહેલા શ્રી અગ્રવાલ અને બીજા અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ પરિવારજનો જોઇ શકાય છે.

(1:04 pm IST)