News of Wednesday, 1st December 2021
નવાગામ પુલ પાસે નેપાળી જેવા યુવાનની ઝાડમાં લટકતી લાશ મળી
મૃતક પાસેથી મળેલા સર્ટિફિકેટમાં બિરેન્દ્ર ખત્રી-કાઠમંડુ લખ્યું છેઃ ઓળખ મેળવવા કુવાડવા રોડ પોલીસની તપાસ
રાજકોટ તા. ૧: નવાગામ પુલ પાસે ઝાડમાં એક યુવાનની લાશ લટકતી હોવાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. કુવાડવા રોડ પોલીસ મથકના અજયભાઇ નિમાવત અને યુવરાજસિંહે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં મૃતક પાસેથી એક સર્ટિફિકેટ મળ્યું હતું. જેમાં કાઠમંડુ નેપાળનું એડ્રેસ છે અને સર્ટિફિકેટમાં બિરેન્દ્ર ખત્રી નામ લખેલુ છે. સર્ટિફિકેટમાં યુવાનનો ફોટો પણ છે. મૃતક યુવાન એ બિરેન્દ્ર ખત્રી જ છે કે કેમ? તે અંગે અને મૃતક કયાં રહે છે? શા માટે આપઘાત કર્યો? તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
(3:05 pm IST)