રાજકોટ
News of Tuesday, 1st December 2020

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલનું રાજીનામુ : હવાલો ડી.વી.મહેતાને સોંપાયો

રાજકોટ તા. ૧ : રાજકોટ શહેર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલે રાજીનામુ આપતા નવા પ્રમુખપદે ભાજપ અગ્રણી ડી.વી.મહેતાની તાકીદે વરણી કરવામાં આવી છે.

હાલ ખાનગી શાળાઓની ફી પ્રશ્ને રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલકો સામસામે આવી ગયા છે ત્યારે ગાંધીનગર ખૂબ દોડાદોડી કરનાર ભાજપ અગ્રણી ડી.વી.મહેતાની નિમણુંક સૂચક ગણાય છે.

તાજેતરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અસરકારક ઓનલાઇન શિક્ષણ માટે ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો. જેમાં ૧૧૦૦થી વધુ શિક્ષકો જોડાયા હતા. ટ્રેનીંગમાં પ્રદેશ પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, જતીનભાઇ ભરાડ, અજયભાઇ પટેલ, ડી.વી.મહેતા, ડી.કે.વાડોદરીયા, અવધેશભાઇ કાનગડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(2:43 pm IST)