રામદેવ ડાંગર હવે પિસ્તોલ સાથે પકડાયોઃ બે વર્ષ પહેલા મિત્ર પાસેથી લીધાનું રટણ
આઠ કાર્ટીસ મળ્યા ત્યારે ઘરે ન મળેલો શખ્સ હવે પકડાયો : ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ વિનાયક વાટીકા પાસેથી દબોચ્યોઃ અગાઉ અનેક ગંભીર ગુનામાં સંડોવણી : કોન્સ. મહેશભાઇ મંઢ અને ઉમેશભાઇ ચાવડાની બાતમી
રાજકોટ તા. ૧: જામનગર રોડ પર વિનાયક વાટીકા-૧માં રહેતાં અને અગાઉ અનેક ગુનામાં સંડોવાઇ ચુકેલા રામદેવ લક્ષમણભાઇ ડાંગર (ઉ.વ.૩૯)ના ઘરમાંથી બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાંચે ૦૮ જીવતા કાર્ટીસ પકડ્યા હતાં. ત્યારે તે ઘરે મળ્યો નહોતો. ગત રાતે તે ઘર તરફ આવી રહ્યાની બાતમી મળતાં તેને સકંજામાં લઇ તલાશી લેતાં દેશી બનાવટની રૂ. ૧૦ હજારની પિસ્તોલ મળતાં ધરપકડ કરવામાં આવી હતી. પોતાને માથાકુટો ચાલતી હોઇ બે વર્ષ પહેલા મિત્ર પાસેથી લીધાનું તેણે રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડી.સી.પી પ્રવીણકુમાર મીણા, ડી.સી.પી મનોહરસિંહ જાડેજા સાહેબ, એ. સી. પી.ક્રાઇમ ડી, વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે, ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરા, હેડ કોન્સ. ધીરેનભાઈ માલકીયા, પો.કોન્સ. મહેશભાઈ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, દીપકભાઇ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા તથા સંજયભાઇ ચાવડા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો. કોન્સ. મહેશભાઇ મંઢ તથા ઉમેશભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી. રામદેવે બે વર્ષ પહેલા મિત્ર પાસેથી આ પિસ્તોલ લીધાનું રટણ કર્યુ છે.