રાજકોટ
News of Friday, 1st December 2017

ગામડાઓના મોબાઇલ ધારકોને ૧૦૦ MB મફત ડેટા આપે

ગ્રામીણ જનતા ઇન્ટરનેટના ઉપયોગમાં પાછળ હોવાથી 'ટાઇ'એ કર્યું સુચનઃ દેશની રપ% મહીલાઓ ઇન્ટરનેટના સતત ઉપયોગ કરે છે

રાજકોટ તા. ૧ : ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટનો વ્યાપ વધારવા માટે 'ટ્રાઇ' એ ટેલીકોમ નિયામકને સુચન કર્યું છ.ે

'ટ્રાઇ'એ ટેલીકોમ વિભાગને જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં મોબાઇલ-ઇન્ટરનેટ યુઝર્સને દર મહીને ૧૦૦ એમ.બી. ડેટા મફત આપવો જોઇએ જેથી ઇન્ટરનેટનો વ્યાપ વધશે.

'ટ્રાઇ'ના આ સુચનનો સરકાર અમલ કરશે તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ડીઝીટલ ઇન્ડીયા અભિયાન પણ વેગવંતુ બનશે.

ગામડાઓના યુઝર્સને ૧૦૦ એમ.બી. મફત ડેટા માટે ટેલીકોમ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ ''યુનિવર્સલ સોશ્યલ ઓબ્લીગેશન ફંડ કે જેમાં કંપનીઓ તેની આવકનો પ ટકા હીસ્સો જમા કરાવે છ.ે  તેનો ઉપયોગ કરી અને ગામડાઓમાં ઇન્ટરનેટનો વ્યાપ વધારી શકાય તેવું સુચન 'ટ્રાઇ' દ્વારા કરાયુંછે.

નોંધનિય છે કે ''રિલાયન્સ જીઓ''ને ઇન્ટરનડેટાની કીમત ઓછી કર્યા બાદ હવે ગામડાઓમાં ઇન્ટરનેટનો વ્યાપ વધારવાનું વધુ શકય બન્યુ છે. ઇન્ટરનેટના ઉપયોગના મામલામાંં ભારત, ચીન, ઇન્ડોનેશિયા, જેવા દેશોથી હજુ પાછળ છે.જો કે આમ છતા દેશની રપ ટકા મહીલાઓ સતત ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

(4:38 pm IST)