રાજકોટ
News of Friday, 1st December 2017

વિજય બેંકના ચેક રિટર્નના કેસમાં આરોપી બાકીદારને છ માસની સજા

રાજકોટ તા.૧: અત્રેની વિજય બેંકમાંથી લોન લઇને હપ્તા માટે આપેલ ચેક પાછો ફરવાના કેસમાં કોર્ટે આરોપીને છ માસની સાદી કેંદની સજા ફરમાવી હતી.

આ અંગેની વિગત એવી છે કે રાજકોટની વિજય કોમ.કો-ઓપ. બેન્ક લી.નાં ડીફોલ્ટ જયેશભાઇ વૃજલાલ કાછલીયા રહેવાસી બાલકૃષ્ણ કૃપા, ૧૦-જયરાજ પ્લોટ, કેનાલ રોડ, રાજકોટએ બેન્કમાંથી મશીનરી લોન વિભાગમાંથી લોન લીધેલ હતી. પરંતુ હપ્તા પેટે આપેલ ચેક વારંવાર રીટર્ન થતા હતા. આ બાબતે બેન્ક તરફથી વારંવાર તેમણે લેખીત નોટીસ તેમના નિવાસ સ્થાને મોકલતા હતા. પરંતુ તેમના તરફથી કોઇપણ હકારાત્મક પ્રત્યુતર મળતો ન હતો.

લાંબા સમય બાદ વિજય કોમ.કો.ઓપ.બેન્ક લી.ને લોન રીકવરી બાબતે કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. કોર્ટે તમામ બાબત જોઇ તપાસી જયેશભાઇ વૃજલાલ કાછલીયાને દોષી જાહેર કરી કલમ ૧૩૮ હેઠળ છે. માસની સજા તથા રૂ.૫૦૦નો દંડ ફટકારેલ હતો. આ બાબતે બેન્ક તરફથી એડવોકેટશ્રી અનીલભાઇ આર.દેસાઇ રોકાયેલ હતા.

 

(4:30 pm IST)