રાજકોટ
News of Friday, 1st December 2017

ઇદે મીલાદઃ કાલે જુલૂસ

વ્હેલી સવારે ૬ વાગ્યે મસ્જીદો સલામીથી ગૂંજી ઉઠશેઃ મુસ્લિમ સમાજ કાલે સંપૂર્ણ બંધ પાળશે

રાજકોટ તા. ૧ : ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ 'ઇદે મિલાદ' કાલે ઉજવવામાં આવનાર છે. આ પૂર્વે આજે શુક્રવાર હોઇ અને શનિવારે ઇદ ઉજવ્યા બાદ બીજા દિ' રવિવાર હોઇ આ વખતે દિવસોના સંયોગથી ઇદે મિલાદ ઉજવણીનો મુસ્લિમ સમાજમાં જબરો ઉત્સાહ વ્યાપેલો છે.

આ સંયોગના લીધે આ વખતે જુલુસ પણ સર્વત્ર વિશાળ બની રહેવાની સંભાવના છે. બીજી તરફ આજ રાત્રિએ મોડી રાત સુધી મસ્જીદો ખુલ્લી રહેશે અને પ્યારા પૈગમ્બર સાહેબના બાલ મુબારકના દર્શન કરાવવામાં આવશે. એ ઉપરાંત વહેલી સવારે બરાબર પાંચ વાગ્યે દરેક મસ્જીદોમાં મિલાદ શરીફ પઢવામાં આવશે અને તે પછી સવારે ૬ વાગ્યે પ્યારા પૈગમ્બર સાહેબના જન્મ સમયે સલામી અર્પિત કરવામાં આવશે.

ઇદે મિલાદ પ્રસંગે મસ્જીદ-મદ્રેસાને શણગાર ઉપરાંત મુસ્લિમ લતાઓમાં રોશની કરવામાં આવી છે. મુસ્લિમ પરિવારોના મકાનો અને જાહેર રસ્તાઓ ઉપર લીલાઝંડા લગાડી રોશની કરવામાં આવી છે અને સર્વત્ર ના'ત પઠનનો નાદ ગૂંજી રહ્યો છે. કાલે સવારે મુસ્લિમો સંપૂર્ણ બંધ પાળી જુલૂસમાં જોડાનાર છે.

પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો, સિવિલ, ચિલ્ડ્રન જનાના હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, મંદબુધ્ધિના બાળકોને ભોજન, મધર ટેરેસા આશ્રમમાં

ચિકી વિતરણઃ કાલે સમૂહલગ્નમાં દાદાબાપુ સાવરકુંડલાવાળાની હાજરી

યૌમુન્નબી કમીટીના પ્રમુખ હાજી  યુસુફભાઇ જુણેજાના માર્ગદર્શન હેઠળ કાલે ઇદે મિલાદની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મુસ્લિમ સમાજ દ્વારા સેવાકિય પરંપરાગત જયોત પ્રજજવલિત રાખી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો, સિવિલ, ચિલ્ડ્રન, જનાના હોસ્પિટલના દર્દીઓને ખબર અંતર પુછી ફ્રુટ વિતરણ મધર ટેરેસા આશ્રમમાં અનેમંધબુધ્ધિના બાળકોને ભોજન આપવામાં આવેલ અને રાજકોટમાં કોમી એકતા અને ભાઇચારાની મીશાલને કાયમ રાખી હતી. પયંગમ્બર સાહેબના જન્મદિવસને વધાવવા મુસ્લિમ સમાજમાં અનેરો થનગનાટ જોવા મળે છે. શનિવારે ઇદે મીલાદ પર્વ નિમિતે યોજાયેલ સમુહલગ્નમાં હાજરી આપવા મકકા-મદીના શરીફથી ઉમરાહ કરી સીધા રાજકોટ વ્યસનમુકિતના પ્રણેતા અને આબરૂ-એ-અહેલે સુનનત પીરે તરીકત હઝરત સૈયદ અલ્હાજ દાદા બાપુ કાદરી ફાતમી હાજરી આપી દુલ્હા-દુલ્હનની જીંદગી સુખરૂપ બસર થાય તે માટે તથા દેશમાં અમન, શાંતિ અને ભાઇચારો કાયમ રહે તે માટે દુવાએ ખૈર કરશે.સેવાકીય પ્રવૃતિઓની તસ્વીરી ઝલકમાં જોડાયેલા હાજી યુસુફભાઇ જુણેજા, હાજી યુનુસભાઇ જુણેજા, બાબાભાઇ ગુડલક, ફારૂભાઇ બાવાણી, રજાકભાઇ જામનગરી, હારૂનભાઇ શાહમદાર, ઇસ્માલભાઇ વિકિયાણી, જાનમહમદભાઇ જુણેજા, સરફરાજભાઇ દલવાણી, ઇકબાલભાઇ ઠેબા, ગફારભાઇ ખલીફા, અફઝલભાઇ જુણેજા, જાવેદભાઇ મેમણ, કાસમભાઇ શેખ, હાજી ઇકબાલભાઇ ભાણુ, સલીમભાઇ કારીયાણી, યુસુફભાઇ સોપારીવાલા, હાજી આસીફ દલવાણી, રફિકભાઇ બારૈયા, શાહિલભાઇ ગામેતિ, રાજુભાઇ દલવાણી તેમજ હબીબભાઇ કટારીયા, આશીફ સલોત, ઇલુભાઇ સમા, અનવરભાઇ દલ, મહેબૂબ ફુલાણી ત્થા જૈન અગરણીઓ સુમનભાઇ કામદાર, યોગેશભાઇ શાહ, મુકેશભાઇ બાટવીયા, સંજયભાઇ મહેતા, દીનેશભાઇ વોરા નજરે પડે છે.

(1:01 pm IST)