રાજકોટ
News of Friday, 1st November 2019

મેયરના વોર્ડમાં ગંદકીના ગંજ : યુનિ. રોડ જલારામ સોસાયટીમાં સફાઇ થતી જ નથી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૦ કે જયાંથી મેયર બીનાબેન આચાર્ય ચૂંટાયા છે ત્યાંના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં છેલ્લા ૧પ દિવસથી કચરો ઉપાડવામાં આવતો નથી. પરિણામે ગંદકીના ગંજ ખડકાય છે જે તસ્વીરમાં દર્શાય છે. આ અંગે રહેવાસીઓએ અવાર-નવાર ઓનલાઇન ફરીયાદ નોંધાવી છે છતાં સફાઇ થતી નથી તંત્રની આ બેદરકારી સામે રોષ ફેલાયો છે.

(4:11 pm IST)