રાજકોટ
News of Saturday, 1st October 2022

સુપર મોમ્‍સ ડાન્‍સ પ્રતિયોગીતા

દિલ્‍હી વર્લ્‍ડ પબ્‍લીક સ્‍કુલમાં સુપર મોમ્‍સ ડાન્‍સ પ્રતિયોગીતા યોજવામાં આવી હતી. જેમાં શાળાના નર્સરીથી પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની મમ્‍મીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્‍સીપાલ રાજીવ રંજન, શાળાના ચેરમેનશ્રીના અર્ધાંગીની શ્રીમતી કલ્‍પનાબેન કામદાર તથા આમંત્રિત નિર્ણાયકોના હસ્‍તે દીપ પ્રજવલીત કરીને કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે રૂપલ મહેતા તથા પૂજા પટ્ટણીએ સેવા આપી હતી. તમામ પ્રતિસ્‍પર્ધીઓને મોમેન્‍ટો અને વિજેતા સુપર મોમ્‍સને મોમેન્‍ટો સાથે સોનેરી તાજ અને ટ્રોફીથી સત્‍કારવામાં આવ્‍યા હતા.

 

(4:05 pm IST)