રાજકોટ
News of Saturday, 1st October 2022

ખંભલાવ માતાજીના પ્રાંગણમાં અષ્ટમીએ યજ્ઞ

રાજકોટ તા.૧: જોડીયા તાલુકાના હડિયાણા ગામે બિરાજમાન શ્રીખંભલાવ માતાજીના દિવ્ય પ્રાંગણમાં તા.૩ના સોમવારે અષ્ટમીએ હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.

હવનયજ્ઞના મુખ્ય યજમાનપદે આશિષ ભુપતભાઇ રાવલ, મહેશભાઇ રાવલ તથા સહયોગ યજમાનપદે હિમાંશુ ભુપતભાઇ રાવલ, પ્રકાશભાઇ રાવલ, મમતાબેન મયુરભાઇ રાવલ, સંજયભાઇ રાવલ બિરાજશે. સહયોગ યજમાનપદે સમસ્ત માંડલિયા પરિવારમાંથી કોઇ બેસવા ઇચ્છતા હોય તો યોગદાન કરી બિરાજમાન થઇ શકશે. આ માટે ઇલાબેન રાવલ મો. ૯૪૨૭૨ ૮૩૪૪૪ નંબર પર સંપર્ક થઇ શકે છે. ખંભલાવ માતાજી મંદિર માંડલિયા પરિવારોને પરિવાર દીઠ એક ભેટ આપવામાં આવશે. પરિવાર વતી ભેટ સ્વીકાર નામનું આઇ.ડી.પ્રુફ આપવાનું રહેશે.

કુંડીમાનાંમાં બેે વર્ષ યજ્ઞકાર્યથી વંચિત રહ્યા બાદ આ વર્ષે ઉત્સાહભેર આયોજન થયુ છે. હવનાષ્ટમીના મંગલકાર્યમાં દરેક દર્શનાર્થીઓને પધારવા ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઇ રાવલે આમંત્રણ આપ્યુ છે.

માંડલ ગામમાં માતાજીના પ્રગટ થયા બાદની આ ઘટના છે. સમયની સાથોસાથ આર્થિક વ્યવસ્થા અને રહેઠાણ વ્યવસ્થા પરિવર્તન પામી હતી. માંડલમાં વસતાં બ્રાહ્મણ કુટુંબો પણ કાળક્રમે હળવદ, ધ્રાંગધ્રા અને જામનગર સ્ટેટના હડીયાણા ગામે જઇ વસ્યા. સંવત ૧૬૫૨ના અરસામાં હડીયાણા શ્રીમહાદેવભાઇ રાવલના સુપુત્ર શ્રીરામજી રાવલ હતા. કે જેઓ ખૂબ જ ભોળા અને માઇભકત હતા. રાજ તરફથી મળેલી ખેતીની જમીનમાં આંબાના થડમાં ત્રિશુલ દોરી, તેને માતાજીનું પ્રતિક સમજી માતાજીને બિરાજમાન કર્યા હતા બાદમાં માતાજીએ અનેક પરચા આપ્યા હતા. આજે પણ જાજરમાન સ્વરૃપે બિરાજમાન ખંભલાવ માતાજીની દિવ્ય ઉર્જા અનુભવાય છે.

(4:03 pm IST)