રાજકોટ
News of Tuesday, 1st October 2019

નવનિર્મિત મવડી ઓવરબ્રિજમાં ગાબડું: કોંગ્રેસ દ્વારા વિરોધ

રાજકોટઃ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર તાજેતરમાં મવડી અને રૈયા ચોકડીએ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે મવડી ફલાય ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું પડતા ગંભીર અકસ્માત સર્જવાની ભીતિ વચ્ચે આ ખાડામાં માટીનો ઢગલો કરી દેવાયો હતો. દરમિયાન નબળી કામગીરીના વિરોધમાં વોર્ડ નં. ૧રનાં કોંગી કોર્પોરેટર વિજય વાંક, સંજય અજુડીયા સહિતના આગેવાનો કાર્યકરો દ્વારા બ્રિજ પર ધસી જઇ ત્યાં બેસી બેનરો ફરકાવી, ગાબડામાં સૂઇ વિરોધ કર્યો હતો.

(4:13 pm IST)