રાજકોટ
News of Monday, 1st October 2018

સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી કાલાવડ વાવડીના મહિલાનું મોતઃ કુલ મૃત્યુઆંક ૭

સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે ૩૨ દર્દી સારવાર હેઠળઃ સિવિલમાં છ પોઝિટીવ દર્દીઃ બે દર્દીના રિપોર્ટ આવવા બાકી

રાજકોટ તા. ૨૮: સ્વાઇન ફલૂએ પરમ દિવસે બે દર્દીના ભોગ લીધા બાદ આજે બપોરે સિવિલ હોસ્પિટલમાં કાલાવડના વાવડી પંથકના ૪૭ વર્ષના મહિલાનું મોત નિપજતાં કુલ મૃત્યુઆંક ૭ થયો છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં વાવડીના મહિલાને સ્વાઇન ફલૂની શંકા સાથે ૨૩મીએ દાખલ કરાયા હતાં. જેનો ૨૪મીએ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. સઘન સારવાર વચ્ચે આજે બપોરે આ મહિલાએ દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે.

લેતાં શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલનો કુલ મૃત્યુઆંક પાંચ થયો છે. ગત સાંજે એક દર્દીનું મોત ખાનગી હોસ્પિટલમાં અને એક દર્દીનું મોત સિવિલ હોસ્પિટલમાં થયું છે. સિવિલમાં આજે ૭ દર્દી સારવાર હેઠળ છે. જે તમામના રિપોર્ટ પોઝિટીવ છે.

અત્યાર સુધીમાં સ્વાઇન ફલૂના ૫૭ દર્દીઓ નોંધાયા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના ૧૧ કેસ હતાં. શહેર વિસ્તારના ૧૪ કેસ અને અન્ય જીલ્લાઓમાંથી આવેલા ૨૮ દર્દીઓ હતાં. શહેરની ખાનગી તથા સિવિલના મળી હાલના દિવસમાં કુલ ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં સિવિલમાં ૬ દર્દીના રિપોર્ટ પોઝિટીવ છે અને બે દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. (૧૪.૭)

(3:30 pm IST)