રાજકોટ
News of Saturday, 1st September 2018

મારામારીના સમાધાનના ૧૬ હજાર રૂપિયા માટે વિજયનું અપહરણ કરી ૩ શખ્સોએ પગ ભાંગી નાખ્યા

દેવીપૂજક યુવાનના ભાઇ પંકજ સાથે માથાકુટ થઇ 'તીઃ રાહુલ ઉર્ફે લાલો, પીયુષ ઉર્ફ બાહીયો અને લાલજી ઉર્ફે લાલાની ધરપકડ

 રાજકોટ, તા.૧: રૈયાધાર નવા આવાસ યોજના કવાટરની બાજુમાં રહેતો દેવીપુજક યુવાનનો ભાઇને અગાઉ થયેલી માથાકુટના સમાધાન પેટે રૂ.૧ હજાર આપવાના છે. કહી રૈયાધાર પાણીના ટંકા પાસે બોલાવી ત્રણ શખ્સોએ મારમારી રીક્ષામાં અપહરણ કરી રૈયાધાર  સ્લમ કવાટરની પાછળ ખુલ્લી જગ્યામાં મારમારી પગભાંગી નાખી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર નવા આવાસ યોજનાના કવાટરની બાજુમાં મનીષભાઇ બીજલભાઇના મકાન પાસે મફતીયા પરામાં રહેતો વિજય ઉર્ફે કાયળી વિનુભાઇ સોલંકી (ઉ.વ.૨૫)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું રાત્રે મારા ઘરે હતો. ત્યારે મારા મોબાઇલમાં મારા મિત્ર રાહુલ ઉર્ફે ટાલો રાજુભાઇ ચૌહાણનો ફોન આવેલ અને કહેલ કે, 'એ હજાર રૂપિયા કયારે દેવાના છે' તું રૈયાધારમાં પાણીના ટાંકા પાસે નવા ગોવોજ સેન્ટર પાસે આવ અને તારા પૈસા લઇજા તેમ કહેતા' હું પૈસા લેવા ગયો ત્યારે ત્યાં રાહુલ ઉર્ફે ટાલો તેમજ પીયુષ ઉર્ફે બાઠીયો રાવળ દેવ અને પીયુષનો સંબધી લાલો ત્યા હતા અને મેં રાહુલ પાસે પૈસા માંગતા પીપુષે તેની પાસેના લાકડાનો ધોકો વડે મને બંન્ને પગમાં મારમારતા બંને પગ ભાંગી નાખ્યા હતા. બાદ તેને રીક્ષામાં નાખી અપહરણ કરી ત્રણેય શખ્સો રૈયાધાર સ્લમ કવાટરની પાછળ ખુલ્લી જગ્યામાં લઇ જઇ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં  મારો મોટોભાઇ પંકંજ જે રાજકોટ જેલમાં હોય અને તેની સાથે આ રાહુલને અગાઉ માથાકુટ થયેલી હોઇ અને રાહુલ મને કહેલ કે, તું ચિંતાના કરતો સમાધાન પેટેના દરમહિને ૧ હજાર મારી પાસેથી લઇ જાજે તેમ કહેલ હોઇ અને હવે આ રાહુલ પૈસા દેવા ગમતા ન હોય, જેથી મને બોલાવી ત્રણેય શખ્સોેએ મારમાર્યો હોવાનું જણાવ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં વિજય ઉર્ફે કાથળી દેવીપૂજકે ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ. કે.જે વાધોસીએ ગાંધીગ્રામ ભારતીનગર-૨નો રાહુલ ઉર્ફ ટાલો રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬), ધરમનગરની પાછળ રહેતો રોહીત ઉર્ફે પીયુષ ઉર્ફે બાઠીયો પરેશભાઇ ડાબી (ઉ.વ.૧૯)અને રૈયાધાર મફતીયાપરા માં રહેતો લાલજી ઉર્ફે લાલો નગીનભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩)ની ધરપકડ કરી હતી. પકડાયેલો રાહુલ ઉર્ફે ટાલો કયુ આરટીએ રૈયા ચોકડી પાસેથી છરી સાથે પકડયો હતો.(૨૨.૧૨)

 

(4:00 pm IST)