રાજકોટ
News of Sunday, 1st August 2021

વહેલી સવારે છોટુનગર અને ઘંટેશ્વર પાસે દારૂની ડ્રાઇવ યોજી ગાંધીગ્રામ પોલીસે 4ને પકડ્યા, 10 નિલ રેઇડ

રાજકોટ: શહેરના છોટુનગર અને ઘંટેશ્વર પાસે મફતિયા પરામાં વહેલી સવારે દારૂની ડ્રાઈવ યોજાઈ હતી. પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પો.કમિશ્નર ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨  મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચીમ વિભાગ પી.કે.દિયોરાએ આપેલી સુચના તથા માર્ગદર્શન મુજબ સવારમાં ૦૬/૦૦ વાગ્યાથી ડ્રાઇવનું આયોજન કરી દારૂની પ્રવૃત્તિ કરતા પોલીસ ઇન્સ્પેકટર કે.એ વાળના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી લીલા વજુભાઇ વાજેલીયા રહે છોટુનગર શેરી નં.૦૫ હનુમાનમઢી પાસે રાજકોટ, દેવરાજ પ્રેમજીભાઇ વાજેલીયા રહે છોટુનગર માપરા રાજકોટ શેરી નં.૦૧, વનીતા રવીભાઇ દામજીભાઇ વાજેલીયા રહે હનુમાનમઢી ચોક પાસે છોટુનગર મફતિયાપરા રંગઉપવનના ગેઇટની સામે તથા કિરણ વીનુભાઇ રાઠોડ ઉવ.૨૨ ૨હે. ઘંટેશ્વર 25 વરિયાને પકડી લઇ દારૂ કબ્જે કરાયો હતો.10 શખસો પર નિલ રેઇડ કરાઈ હતી.

પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા તથા ડી-સ્ટાફના માણસો પો.સ.ઇ. ટી.ડી.બુડાસણા તથા મહીલા કોલેજ ચોકી સ્ટાફ તથા પો.સ.ઇ. એમ.બી. ગઢવી તથા બજરંગવાડી ચોકી સ્ટાફ મારફતે આ કામગીરી થઈ હતી.

(10:48 am IST)