રાજકોટ
News of Saturday, 1st August 2020

કાલે ફ્રેન્ડશીપ - ડે : 'યે દોસ્તી હમ નહિં તોડેંગે...'

જોહર કાર્ડ્સ - જોહર ગેલેરીમાં ફ્રેન્ડશીપ બેલ્ટ, ગીફટ અને કાર્ડ્સનો ખજાનો : બેસ્ટ ફ્રેન્ડ, માય ડીયર ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ, ગ્રેટ ફ્રેન્ડ સહિતના લખાણવાળા બેલ્ટ, કીચેન, લોકેટ, રીસ્ટવોચ, ફોટોફ્રેમ, સરપ્રાઈઝ ગીફટ સહિતની આઈટમો ઉપલબ્ધ

રાજકોટ, તા. ૧ : આપણા સુખના સમયમાં પાછળ હોય પણ દુઃખના સમયમાં હંમેશ આગ હોય તે જ સાચો મિત્ર કહેવાય. ભાઈ - બહેનના સંબંધ તો જન્મથી જ હોય છે. જયારે મિત્રએ આપણે આપણી મરજીથી પસંદ કરતા હોઈએ છીએ. આવા મિત્રને ખુશ કરવાનો અવસર આવી રહ્યો છે. આવતીકાલે તા.૨ ઓગષ્ટ રવિવારના રોજ વિશ્વભરમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી થશે.

શહેરની ડો.યાજ્ઞિક રોડ ખાતે આવેલ જોહર કાર્ડ્સવાળા યુસુફ અલી તથા હસનેનભાઈ તેમજ કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર કાર્ડસવાળા જોહરભાઈએ ફ્રેન્ડશીપ ડેના બેલ્ટ, કાર્ડસ અને ગીફટ અંગે જણાવ્યુ કે ફ્રેન્ડશીપ બેલ્ટ ઘણા જ પ્રકારના આવેલ છે. જેમાં કપલ બેલ્ટ, અલગ અલગ સિમ્બોલવાળા ફેન્સી બેલ્ટ, લેધરમાં અલગ અલગ ગુંથણીવાળા બેલ્ટ, ક્રીસ્ટલના બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બેલ્ટ, બેસ્ટ ફ્રેન્ડના બેલ્ટ, કોટન રેશમની ગુથણીવાળા બેલ્ટ, પ્લાસ્ટીકના વોટરપ્રુફ લખાણવાળા બેલ્ટ, સાટીનની પટ્ટીમા ફ્રેન્ડ લખેલ કલીપવાળા બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્ટ, બ્રેસલેટ ટાઈપના ફેન્સી બેલ્ટ, ફ્રેન્ડ લખેલ બ્રોકન હાર્ટવાળા બેલ્ટ, બ્રેસલેટ ટાઈપના ફેન્સી બેલ્ટ, માય ડીયર ફ્રેન્ડ, સુપર ફ્રેન્ડ, ગ્રેટ ફ્રેન્ડ વિ. લખાણવાળા બેલ્ટ, ફ્રેન્ડશીપ બેલ્ટમાં અમારે ત્યાં ઘણી જ વેરાયટીઓ આવેલ છે.

આ ઉપરાંત ફ્રેન્ડ લખેલ કીચેઈન, લોકેટ, વુડનના મોટર સાયકલ, હેરીટેઈઝ કાર, રીસ્ટવોચ, તેમજ ફ્રેન્ડસના અલગ અલગ લખાણવાળા મગ, ફ્રેન્ડ લખેલ ફોટોફ્રેમ, શોપીસ, સરપ્રાઈઝ ગીફટ, પ્રર્સનલાઈઝ ફોટો તથા લખાણવાળા ગીફટો તૈયાર કરી આપવામાં આવે છે. સ્ક્રેપ બુક, સ્લેમ બુક, ઉપરાંત મિત્રો માટે સ્પે. ફ્રેન્ડસના અલગ અલગ કોટેશનવાળા કાર્ડસ જેવા કે ગોલ્ડન હાર્ટડ ફ્રેન્ડ, માય ડીયર ફ્રેન્ડ યુ આર ટ્રુલી વન્ડરફુલ, માય ટ્રેજરેડ ફ્રેન્ડ વિ. હેન્ડીગવાળા કાર્ડસ પણ આવેલ હોવાનું યુસુફઅલી, જોહરભાઈ અને હસનેનભાઈએ જણાવ્યુ છે.

(2:50 pm IST)