રાજકોટ
News of Saturday, 1st August 2020

પૂરવઠાના ઝોનલ ઓફિસર દઢાણીયાના ધર્મપત્નીને કોરોના વળગ્યો : હાલ હોમ આઇસોલેશન કરી દેવાયા

ઝોનલ ઓફિસર ૧૪ દિ' હોમ કોરોન્ટાઇન : ટ્રેઝરી કચેરીના ૭ કર્મચારીને પણ ઘરે મોકલી દેવાયા

રાજકોટ તા. ૧ : કાળમુખો કોરોના ડાયરેકટ કે બીનડાયરેકટ રીતે કલેકટર તંત્રને પજવી રહ્યો છે.

કુલ ૭ કર્મચારીને વળગ્યા બાદ હવે ગઇકાલે મોડી સાંજે પૂરવઠાની ઝોનલ કચેરી-૨, પશ્ચિમ મામલતદાર કાલાવાડ રોડના ઝોનલ ઓફિસર શ્રી દઢાણીયાના ધર્મપત્ની અને ટ્રેઝરી ઓફિસર શ્રી કલ્પનાબેન દઢાણીયાને કોરોના પોઝિટિવ જાહેર થતા ફફડાટ મચી ગયો છે.

મળતી વિગતો મુજબ શ્રી કલ્પનાબેનને અસર થતા જ તેમને સિનર્જીના ડોકટરો પાસે ટેસ્ટ કરાવ્યું હતું. જેમાં હળવા સિમ્ટમ્સ જણાતા તેમને હાલ હોમ આઇસોલેશન કરી દેવાયા છે, અને તેઓ આલાપ એવન્યુમાં રહેતા હોય, ત્યાં પણ આસપાસ કન્ટેમેન્ટ જાહેર કરી દેવાયું છે.

આ ઉપરાંત ઝોનલ ઓફિસર શ્રી ડઢાણીયાને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન કરાયા છે, તેમને રીપોર્ટ નેગેટીવ આવ્યો છે, તો કલ્પનાબેન જ્યાં ફરજ બજાવે છે તેમના સંપર્કમાં આવેલ ટ્રેઝરી કચેરીના ૫ થી ૭ના સ્ટાફને પણ હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે.

(11:54 am IST)