રાજકોટ
News of Saturday, 1st August 2020

કોરોના દર્દીના નામ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસનું ૭ દિ' ઉપવાસ આંદોલનઃ મંજુરી માંગી

મંગળવારથી દરરોજ ૪ પ્રતિનિધિઓ સવારનાં ૯ વાગ્યા થી સાંજનાં ૭ વાગ્યા સુધી ઉપવાસ કરશે

રાજકોટ,તા.૧: રાજકોટમાં કોરોના સંક્રમિત થયેલા લોકોના નામ- સરનામાં જાહેર કરવા અંગે ઉપવાસ આંદોલન માટ ેપોલીસ કમિશ્નર પાસે વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા મંજુરી માંગવામાં ાવી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીની સંયુકત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તા.૨૭ના રોજ લેવાયેલા કોરોના મહામારીમાં સંક્રમીતોના (કોરોના દર્દી)ના નામ - સરનામાં જાહેર ન કરવાનો જે નિર્ણય છે તે તઘલખી નિર્ણયનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં શ્રી સાગઠીયા, વાઘેલા, રાજણી તગા કાલરીયાએ જણાવ્યુ હતુ કે,  જે  રાજકોટની પ્રજાના આરોગ્યના હિતની વિરુદ્ઘ છે આ નિર્ણયથી એક સમયે સમગ્ર રાજકોટ કોરોના ગ્રસ્ત થઇ જવાની પૂરેપૂરી દહેશત છે તેથી આ નિર્ણયની વિરુદ્ઘ લોકલાગણીને ધ્યાને રાખીને  કોવીડ-૧૯ની ગાઈડલાઈનમાં રહીને કોંગ્રેસના દ્વારા ફ્કત ચાર પ્રતિનિધિઓને સાત દિવસ ઉપવાસ માટે મંજૂરી આપવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પાસે માંગણી કરવામાં આવી છે.

 તેમજ સરકારશ્રીના તથા પોલીસ વિભાગના પ્રવર્તમાન નિયમો લાગુ પાડવામાં આવેલ છે તે તમામ નિયમોનું કોંગ્રસ દ્વારા ચુસ્તપણે પાલન કરીશું તેવી બાહેંધરી પણ આપવામાં આવેલ છે

(3:32 pm IST)