રાજકોટ
News of Thursday, 1st August 2019

સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કાલે નિઃશુલ્ક જીવન સાથી પસંદગી મેળો

રાજકોટ તા. ૧: ભારતભરમાં ફકત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી લેઉવા પટેલ અને કડવા પટેલનો લગ્ન ઈચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે તદ્દન ફ્રી મેરેજબ્યુરો યોગ્ય જીવનસાથીની પસંદગી માટે ચાલે છે. જે અંતર્ગત રાજકોટનાં હેમુ ગઢવી હોલ ખાતે કાલે તા. રના શુક્રવારે સવારે ૭-૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી નિઃશુલ્ક જીવન સાથી પસંદગી મેળો યોજાશે.

આ મેરેજ બ્યુરોમાં દિકરા કે દિકરીઓનાં બાયોડેટા ગુપ્ત રાખવામાં આવે છે. બાયોડેટા લાયકાત મુજબનાં હાયર, એજયુકેટેડ, ગ્રેજયુએટ, બીઝનેસમેન, નોકરીયાત, ખેડુત જેવા ગ્રુપો બનાવી ડેટા રાખવામાં આવે છે. જે પ્રથમ દિકરીયોને બાયોડેટા બતાવવામાં આવે છે. તેની સંમતિ બાદ દિકરાની સંમતિ સંરથા મેળવે છે. બન્ને પક્ષે સંમતીબાદ મીટીંગ કરાવવામાં આવે છે.

સમાજનાં તમામ યુવક-યુવકોને પોતાને યોગ્ય જીવનસાથી મળે તે માટે રજીસ્ટ્રેશન કરાવા સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ મેરજા, મહામંત્રી ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, ખજાનચી શ્રીમતી વિભાબેન પટેલ, દ્રષ્ટી ધરમસીભાઇ સીતાપરા, ટ્રષ્ટી વિઠલભાઇ ધડુક, મારા વિશ્વભરનાં પાટીદારોને આમંત્રણ આપવામાં આવે છે. આ મેળામાં દિકરા કે દિકરીઓને સ્ટેજ પર પણ બોલાવવામાં આવતો નથી, ઉચ્ચ ડિઝીટલ ટેકનોલોજીથી એલ.ઇ.ડી. સ્ક્રીન પર વિગતો ફોટોગ્રાફ સાથે બતાવવામાં આવે છે.

આ મેળામાં દિકરીઓ અને દિકરાઓની જે ચોઈસ ક્રોસમેચ થાય તેમને મીટીંગ કરાવવામાં આવે છે, બાકીનાને વેઇટીંગમાં રાખી સંસ્થાની સુવિધાયુકત, વેબસાઇટમાં અને ફાઇલો બનાવી ફકત દિકરીઓને બતાવવામાં આવે છે. જે તેમને પસંદ આવેતો સંસ્થા દ્ઘારા દિકરાઓને ફોન કરી તેમની સંમતી હોઇ તો મીટીંગ કરાવવામાં આવે છે. આ સેવા કાર્યમાં સંસ્થાની ૨૪૦ મહિલાઓ અને ૧૬૦ પુરુષો સેવા આપી રહ્યા છે.

મેરેજ બ્યુરોમાં રજી. માટે ઓનલાઇન સંસ્થાની વેબ સાઈટ અથવા મોબાઇલ માં પ્લે-સ્ટોર માંથી sanmastatidarsamaj એપ ડાઉનલોડ કરી તેમાં રજીસ્ટર થઇ શકશે. સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પ વર્ષથી સમાજની એકતા માટે અને આર્ત્મીયતા વધે તેવી શુધ્ધ હેતુસરમાં ''ઉમા ખોડલ'' નાં અસીમ આશિર્વાદથી વિશ્વભરમાં સર્વ પ્રથમ બન્ને સમાજ માટે એકજ સ્ટેજ પર આ કાર્ય કરવાની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે.

સંસ્થાની સલાહકાર સમિતિના જણાવ્યા

પ્રમાણે આ લેઉવા અને કડવા પટેલ જયારે એક બને ત્યારે દિકરા-દિકરીઓ ને પસંદગી માટેની તક ડબલ થઈ જતા તેમને યોગ્ય જીવનસાથી મળી શકશે. તેમ સંસ્થાના મહામંત્રી વિભાબેને જણાવેલ છે.

માનવ કલ્યાણ મંડળ-ગુજરાત નાં આર્થિક સહયોગથી અને લવ-કુશ ગ્રુપ, સરદાધામ-અમદાવાદ, સમસ્ત પટેલ સમાજ-શરતે, પટેલ રામાજ-યુકે, લેઉવા પટેલ જેવીસોળે પરીચય કેંદ્ર, ઉમીયા મેરેજ બ્યુરો, પાટીદર સમાજ - એમ.પી, ઉમાં- મોડલ પરીવાર

છે, જેવી અનેક સંસ્થાઓની સાથે રાખી આ સેવા કરવામાં આવશે.

આ ફિચારધારા સંસ્થાનાં ''પાટીદાર રત્ન એવોર્ડ'' વિજેતા મુકેશભાઇ મેરજા, અને ગીતા પટેલ દ્વારા વહેતી મુકવામાં આવેલ હોઈ જેને સેમસ્ત પાટીદાર સમાજ દ્વારા વધાવી લાવામાં આવી હતી

ુ આ કાર્યક્રમનાં દાતાઓ ચંદુભાઇ વિરાણી, બાલાજી વેફર્સ, રાજકોટ, શ્રી મૌલેશભાઈ ઉકાણી, બાન લેબ્સ, રાજકોટ, રમેશભાઇ ધડુક, સંસદ સભ્ય પોરબંદર, મોહનભાઈ કુંડારીયા, સંસદ સભ્ય, રાજકોટ, નાથાભાઇ કાલરીયા, સનફોર્જ, રાજકોટ, શિવલાલ આદ્રોજા, અંજલ પંપ, રાજકોટ,  જગદીશભાઈ કોટડીયા, ફાલ્કન પંપ રાજકોટ, ગુણવંતભાઈ ભાદાણી ઉદ્યોગપતી, રાજકોટ, વલ્લભભાઇ  કટારીયા. કટારીયા ગુ૫, રાજકોટ, આ મુળજીભાઇ ભીમાણી, વષંત બિલ્ડર્સ, રાજકોટ, સ્મિતભાઈ કનેરીયા, કલાશિક કંસ્ટ્રકશન, રાજકોટ, કિશોરભાઇ ભાલાળા, જગતાત ગ્રુપ રાજકોટ, મનસુખભાઇ પાણ, લાઈબોન્ડ સીમેન્ટ, રાજકોટ, વલ્લભભાઈ વડારીયા, કીશાન ગ્રુપ, રાજકોટ કાંતીભાઇ માકડીયા, નેબ્યુલા સર્જીકલ, રાજકૌટ, ધરમસીભાઇ સીતાપરા, ગેલેક્ષી સ્ટેમ્પીંગ રાજકોટ  વિઠલભાઇ ધડુક, બાલમુકુંદ ફોર્જ, રાજકોટ, ત્રંબકભાઇ ફેફર, મોટો સિરામીકસ, મોરબી ગોવિંદભાઇ વરમોરા, સનહાર્ટ ગ્રુપ, મોરબી, જેરામભાઇ એચ. કુંડારીયા, ક્રુતિ ઓનેલા, રાજકોટ મનસુખભાઇ સાવલીયા, વ્રજ ડેવલોપર્સ, રાજકોટ મહેશભાઇ સાવલીયા, ઉમા ખોડલ ટ્રષ્ટ, રાજકોટ ભરતભાઇ પરસાણા, પરસાણા ફાઉન્ડ્રી, રાજકોટ, જમનભાઇ ભલાણી ઓલમાઇટી એગ્રો રાજકોટ, જશુભાઇ ઠોરીયા, ઓટો, રાજકોટ, કે. જી. કુંડારીયા વિન્ટેલ સિરામીકસ, મોરબી, ડો. જીજ્ઞેશભાઇ મેવા, વિદીત હોસ્પીટલ, રાજકોટ, ગૌતમભાઇ ધમસાણીયા, ઉદ્યોગપતી, રાજકોટ, પાટીદાર મહાનુભાવો દિનેશભાઇ અમૃતીયા, રાજકોટ, રમણીકભાઇ ભાલોડીયા, રાજકોટ, જીવણભાઇ ગોવાણી, રાજકોટ, કંચનબેન હદવાણી, મુંબઇ, હરીશભાઇ રાઘવજીભાઇ ભાલોડીયા, મુંબઇ, શૈલેસભાઇ કરમણભાઇ ગોવાણી, રાજકોટ, દીલીપભાઇ ધરસંડીયા, રાજકોટ, ચેતનભાઇ ફળદુ, જુનાગઢ, હરીભાઇ પટેલ, મુંબઇ, મનસુખભાઇ જાલાવાડીયા હાજરી આપશે.

''કારોબારી સમિતિ'' સી. જે. પટેલ, મનસુખભાઇ રાદડીયા, મનસુખભાઇ કમાણી, ગૌતમભાઇ ધમસાણીયા, સમીર ગામી, દીપકભાઇ મોરી, પિયુષ પટેલ, મનિષભાઇ વડારીયા, મનુભાઇ મેરજા, ડેનિશ હદવાણી, હરેશ બોડા, કાંતીભાઇ ઘેટીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, રજની ગોલ, મીલન મેરજા, મનસુખભાઇ હિંસુ, ડી. વી. માકડીયા, નવીનભાઇ ફળદુ, પ્રદીપભાઇ, ડો. જીજ્ઞેશ, પ્રફુલ સોજીત્રા, મંજુલાબેન સાવલીયા, લતાબેન પટેલ, જયશ્રીબેન કાબરીયા, હંસાબેન પદ્માણી, પાયલ તંતી, રક્ષીત હિંશુ, દીપકભાઇ, અરવિંદભાઇ વડારીયા, રસીકભાઇ લાડાણી, નરેન્દ્રભાઇ ગોલ, અજય કલોલા, પરેશ વરસાણી, પ્રફુલભાઇ ગોધાણી, ચંદ્રકાંતભાઇ કચ્છી, કપિલ પટેલ, વલ્લભભાઇ, ચિરાગ ધોરી, ઓ. વી. ભોરણીયા, જસુભાઇ ઠોરિયા, ભાવનાબેન રાજપરા, સરોજ મારડીયા, દીપા પટેલ, દર્શના પટેલ, સુનીતાબેન પટેલ, વર્ષાબેન મોરી, શિતલ દેકીવાડીયા, શારદાબેન ગોધાણી, પારુલબેન નાર, વર્ષાબેન માકડીયા, કીર્તીબેન માકડીયા, નિતાબેન માકડીયા, મધુબેન ફડદુ, ભાવના ભાલોડીયા, અમીતાબેન વેગડા, મહાવી માકડીયા, રેખાબને ત્રાંબડીયા, નયનાબેન માકડીયા, મીના ધરસાંડીયા, હરેશભાઇ ખુંટ, હરેશભાઇ ધાળીયા, કાનજીભાઇ ધોલરીયા, બાબુભાઇ પાનસુરીયા, રમેશભાઇ સોજીત્રા, રમેશભાઇ પાનસુરીયા, હમસુખભધાઇ બાંભણીયા, સુરેશભાઇ ઓગણજા, સંજયભાઇ જાકાસણીયા, યોગેશભાઇ ભુવા, બીપીનભાઇ બેરા, કેતનભાઇ વડાલીયા, હિતેશ પરસાણા, અજય દલસાણીયા, આશિષ વાછાણી, પ્રવીણભાઇ ગાંભવા, વિજયભાઇ ગઢિયા, પરાગ છત્રાળા, મીલાપ ઘેટીયા, કીરીટ ડેડકીયા, પરાગ જાવીયા, રશ્મિબેન નિંદ્રોડીયા, ભારતીબેન કંટેસરીયા, ચંદ્રીકાબેન મકાતી, ચંદ્રીકાબેન દેત્રોજા, સૈજા દક્ષાબેન, દીયા મોરી, દીક્ષા મોરી, ઋત્વી દેકીવાડીયા, હેમાદ્રી નિંદ્રોડીયા, ભાવના માકડીયા, ભાવનાબેન કાલરીયા, રુપલ સંતોકી, નીતાબેન ઘોડાસરા, કાન્તાબેન ફળદુ, જયોતિ સંતોકી, જશુબેન ચારોલા, હંસાબેન ગજેરા, મીનાબેન પરસાણા, નંદાસણા ભાવનાબેન, શારદાબેન દાવડા, અલ્પાબેન સાણજા, સિતાપરા મિનાક્ષીબેન, ગડારા હાસ્મિતાબેન, અઘેરા અનિલાબેન, રેખાબેન નંદાસણા, આરતીબેન લાલકિયા, અસ્મિતાબેન, તરલા નાદપરા, લલીતાબેન કલોલા, નીતાબેન સોરીયા, ઉષાબેન સુતારીયા, મીનાબેન કનેરીયા, વર્ષાબેન દેથરીયા, મંજુલાબેન ભુવા, ભાવનાબેન દઢાણીયા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સુરતથી સમસ્ત પટેલ સમાજના પ્રમુખ પદ્મશ્રી મથુરભાઇ સવાણી, લવજીભાઇ બાદસાહ, ગોવીંદભાઇ ધોડકિયા, સરદારધામનાં પ્રમુખસેવક ગગજીભાઇ સુતરિયા, ઉંજાથી ઉમીયાધામનાં પ્રમુખ મણીભાઇ મમ્મી, ઉપ-પ્રમુખ ગટોરભાઇ પટેલ, વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનનાં સી. કે. પટેલ, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

પાટીદાર સમાજનો આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે જેમાં ભાગ લેનાર યુવક-યુવતીઓ અને તેમના વાલીઓ સાથે તેમને ફ્રી એન્ટ્રી સાથે ભોજન પાસ આપવામાં આવશે. સંસ્થામાં જોડાવા કે સભ્ય થવા માટે સંસ્થાની ઓફીસે સમસ્ત પાટીદાર સમાજ, ૩-ગંગા જમુના સરસ્વતી ટાવર, એકતા પ્રકાશન પાસે, યુનિ. રોડ, રાજકોટ. ફોન નં. ૦ર૮૧-રપ૭૧૦૩૦, મો.નં. ૯૪ર૬૭ ૩૭ર૭૩, ૬૩પ૩૦ ૮૧૧૦૮, ૯૪ર૯૧ ૬૬૭૬૬ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

(3:51 pm IST)