રાજકોટ
News of Wednesday, 1st August 2018

કાલે સેવા કાર્યોની સુવાસ પ્રસરાવી ભાજપ વિજયભાઇના જન્મદિનની કરશે ઉજવણી

સવારે મહિલા મોરચા દ્વારા આંગણવાડીઓમાં નાસ્તાનુ વિતરણ : અનુ.મોરચો અને કિશાન મોરચો વૃક્ષારોપણ કરશે : લઘુમતી મોરચો દર્દીઓને ફ્રુટ વિતરણ કરશે : બક્ષીપંચ મોરચા દ્વારા પજ્ઞાચક્ષુઓને સ્ટીક વિતરણ અને યુવા મોરચા દ્વારા સાંજે મહાઆરતી

રાજકોટ તા. ૧ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી માર્ગદર્શન હેઠળ ભાજપના  વિવિધ મોરચા દ્વારા કાલે તા. ૨ લોકલાડીલા  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિને  વિવિધ સેવાકિય કાર્યો આયોજન કરાયુ છે. 

વિજયભાઇ રૂપાણીના ૬૨માં જન્મદિનના  અનેકવિધ સેવાકિય કાર્યો કરવામાં આવશે. વિજયભાઇએ પોતાના જન્મદિવસે સેવાસેતુ કેમ્પનો પ્રારંભ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ ખાતેથી કર્યો હતો. અને આ સેવાસેતુ ગરીબો અને જરૂરીયાતમંદો માટે આશીર્વાદરૂપ બન્યો છે અને વધુને વધુ લોકો માટે આ કેમ્પના માધ્યમથી મુખ્યમંત્રી અમૃતમ કાર્ડનો લાભ મળે અને દર્દીને હ્ય્દય , મગજ, કિડની , કેન્સર જેવા રોગોની મફત સારવાર મળે તે માટે વધુને વધુ પ્રયત્નશીલ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ  ખરા અર્થમાં સંવેદનશીલ  મુખ્યમંત્રી તરીકે  પ્રસ્થાપિત થયા છે.

આવતીકાલે માન. વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા  અનેકવિધ સેવાકિય કાર્યો્ક્રમોનુ  આયોજન કરવામાં આવેલ છે. જેમા સવારે ૯ કલાકે મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી , પ્રમુખ નયનાબેન પેઢડીયા , શહેરની વિવિધ આંગણવાડીઓના બાળકોને નાસ્તા કીટનુ વિતરણ કરાશે.

તેમજ સવારે ૯.૩૦ વાગ્યે  અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી.  ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, પ્રવીણભાઇ ચૌહાણના માર્ગદર્શન  હેઠળ અનુ. જાતિ  મોરચા  તેમજ કિશાન મોરચાના પ્રમુખ પ્રવિણ કિયાડા, મહામંત્રી  રસિકભાઇ પટેલ, નરેન્દ્રસિંહ  જાડેજાના માર્ગદર્શન હેઠળ કિશાન મોરચા દ્વારા  શહેરના ૮૦ ફુટ રોડ ખાતે આવેલ શેઠ હાઇસ્કુલમાં વૃક્ષારોપણ કરાશે.

તેમજ સવારે ૧૦ કલાકે ઇઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત , પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબ  પઠાણ, વાહીદ શ્યામના  માર્ગદર્શન હેઠળ લઘુમતી મોરચા દ્વારા  સીવીલ હોસ્પિટલ  ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરાશે. તેમજ સવારે ૧૧ કલાકે  બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી લલિત વાડોલીયા, સોમભાઇ ભાલીયાના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચા દ્વારા  કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલ અંધજન મંડળના ૬૨ પ્રજ્ઞાચક્ષુ ઓને સ્ટીક વિતરણ કરાશે.

બપોરે ૧૨ કલાકે ઓમ પેટ્રોલીયમ , રામાપીર ચોકડી, ગાંધીગ્રામ ખાતે ૬૨ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનુ કનેકશન  આપવામાં આવશે. તેમજ બપોરે ૨ કલાકે  લઘુમતી મોરચા દ્વારા મંદબુદ્ધિ સ્કુલ કાલાવડ રોડ ખાતે મંદબુદ્ધિ  ધરાવતા બાળકોને આઇસ્ક્રિમ વિતરણ કરાશે., પરેશ પીપળીયાના માર્ગદર્શન હેઠળ યુવા મોરચા દ્વારા પંચનાથ મંદિર ખાતે મહાઆરતી યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાજપની  તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જિતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

(3:59 pm IST)