રાજકોટ
News of Friday, 1st July 2022

જુની કલેકટર કચેરી પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ગાડી પ્ર.નગર પોલીસે પકડી

બીરજાદ ઉર્ફે બીરજુ જુણેજા પકડાયોઃ હેડકોન્‍સ. કરણ મારૂ કોન્‍સ અનોપસિંહ ઝાલાની બાતમી : કુલ ર.૯૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૧ : શહેરની કલેકટર કચેરી પાસેથી પ્રનગર પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્‍થો ભરેલી ગાડી સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જુની કલેકટર કચેરી પાસેથી એક દારૂનો જથ્‍થો ભરેલ માલવાહક ગાડી પસાર થવાનીહોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ કરણભાઇ મારૂ તથા કોન્‍સ અનોપસિંહ ઝાલાને બાતમી મળતા જુની કલેકટર કચેરી પાસેથી માલવાહક ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી અલગ- અલગ બ્રાંડની દારૂની બોટલો મળી આવતા ચાલક બીરજાદ ઉર્ફે બીરજું યુસુફભાઇ જુણેજા (ઉ.ર૮) (રહ. બજરંગવાડી સર્કલ રાજીવનગર શેરી નં.૪) ને પકડી લીધો હતો. આ કામગીરી ઇન્‍ચાર્જ પી.આઇ.વી.જે.ફર્નાન્‍ડીસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.આર.જોગરાણા, હેડ કોન્‍સ. ધર્મેશભાઇ ડાંગર, કરણભાઇ મારૂ, યુવરાજસિંહ, અશોકભાઇ, મહાવિરસિંહ, જયેન્‍દ્રસિંહ તથા અનોપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(6:49 pm IST)