રાજકોટ
News of Friday, 1st July 2022

મનપાના ૧૪ કર્મચારીઓને નિવૃતિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનર

રાજકોટઃ મહાનગરપાલિકાનાં કમિશનર  અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્ત્િ।ના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૃપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, જેમાં તા. ૩૦ જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૧૪ કર્મચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.  આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૃબરૃ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો. જૂન-૨૦૨૨નાં છેલ્લા દિવસે નિવૃત્ત્। થયેલ સ્ટાફ (૧) બાંધકામ શાખાના ડ્રાઈવર વિરસુડિયા હંસરાજ શાંતિલાલ (૨) ફાયર બ્રિગેડ શાખાના ફાયરમેન  રણજીત બાબુલાલ પરમાર (૩) ભાદર સ્કીમનાં હેલ્પર  રસિકભાઈ લવજીભાઈ ભટ્ટી (૪) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ નાં પટાવાળા  સલીમભાઈ કાસમભાઈ કુરેશી (૫) સ્પેશિયલ કન્ઝરવન્સીના ડ્રાઈવર ગોરધન મેરામભાઈ ચૌહાણ (૬) સ્પેશિયલ કન્ઝરવન્સીના ડ્રાઈવર  ભુરાભાઈ ડોસાભાઈ સોલંકી (૭) ઝૂ સ્પેશિયલ કન્ઝરવન્સીના સ્પેશિયલ વ્હિકલ ડ્રાઈવર  ફિરોઝ સુલેમાનભાઈ કાલાવડીયા (૮) ટાઉન પ્લાનિંગ નાં સીનીયર કલાર્ક  ઈશ્વરભાઈ સગાભાઈ સોલંકી (૯) હેલ્થ બ્રાન્ચના સેનેટરી ઇન્સ્પેકટર  રમેશ રતિલાલ પંચાલ (૧૦) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર  કાનજીભાઈ ચકુભાઈ નારોલો (૧૧) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર  ગૌરીબેન ભીખાભાઈ નારોલો (૧૨) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર  કેશવભાઈ બેચરભાઈ રાઠોડ (૧૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર  લાભુબેન આંબાભાઈ સાગઠિયા અને (૧૪) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર  વાઘજીભાઈ ટપુભાઈ વાઘેલા નિવૃત થયા છે. નિવૃત્ત્િ। વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનર  અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૃપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્ત્િ। વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર,  ચેતન નંદાણી,  એ.આર.સિંહ સહીતનાં અધિકારીઓ કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)