સપ્તસૂર ગૃપ દ્વારા ૯ મીએ ધમાકેદાર મ્યુઝિકલ કાર્યક્રમ
‘સ્વરમાલા' શિર્ષક હેઠળ હેમુ ગઢવી હોલ ખાતે આયોજન : ગાયકો, જીત ગુહા, આસિત સોનપાલ, સ્નીગધા પાયસના સુરો રેલાશેઃ મિનલ સોનપાલ દ્વારા
રાજકોટઃ શહેરની રંગીલી જનતા સંગીતના શોખીનો માટે આગામી ૧ જુલાઇના શનિવારના રોજ સપ્તસુર ગૃપ દ્વારા ધમાકેદાર આયોજન ‘‘સ્વરમાલા'' શિર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. જૂના-નવા લોકપ્રિય ગીતોની માળા લઇને સપ્તસુર ગૃપ આવી રહ્યુ છે. સપ્તસૂર ગૃપ વર્ષોથી સંગીતના સફળ કાર્યક્રમ આપી રહ્યા છે. રાજકોટમાં આગવુ સ્થાન ધરાવનાર વ્યવસાયે એડવોકેટ નોટરી આસીત સોનપાલ તથા મિનલબેન સોનપાલ દ્વારા આગામી ૯ જુલાઇ શનિવારના રોજ માણવા લાયક કાર્યક્રમ યોજાએલ છે.
સંગીતની આગવી સૂર ધરાવનાર આસિત સોનપાલ મંચ ઉપરથી ધમાકેદાર ગીતો ગુંજાવશે, તેમની સાથે મૂંબઇથી જેમણે એ.આર. રહેમાન પાસે તાલીમ લીધેલ છે. સાથે મ્યુઝીક ડાયરેકટર અજય-અતુલ સાથે ફીલ્મોમાં કામ કર્યુ છે. ગુજરાતી ફીલ્મ‘‘પ્રેમ પ્રકરણ'' અમીત ત્રિવેદી માટે ગાયેલ તથા ‘ કોન બનેગા કરોડપતી' માં વોકલ્સમાં તેમનો એક ભાગ રહ્યો છે સુપ્રસિધ્ધ ‘‘સાયના'' ફિલ્મમાં પ્લેબેક આપેલ તેવી સંગીત વિસારદ ગાયીકા સ્નીગ્ધા પાયસ કલાસીકલ ગીતો સાથે ડાન્સીંગ સોંગ રજુ કરી પ્રેક્ષકોને ડોલાવશે.
ભારત, ઇઝરાઇલ, શ્રીલંકા, થાઇલેન્ડ,હોંગકોંગ વિગેરે અનેક દેશોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર વર્સેટાઇલ સીંગર જીત ગુહા હેમુગઢવી હોલમાં ધૂમ મચાવશે.
રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે સૂરી સંગીત પીરસનાર સપ્તસૂર ગૃપ ડોલાવવા આવી રહ્યા છે. તો તૈયાર થઇ જાઓ કાર્યક્રમને માણવા.
રાજકોટના સુપ્રસિધ્ધ કી બોર્ડ પ્લેયર તુસાર ગોસાઇ (ગીટારીસ્ટ) રૂશીક પરમાર(ઓકટપેડ) મિતુલ ગોસાઇ, રાજેશ પીઠડીયા (ડ્રમ), જુલીયસ (કોંગો), શકીલ શાહ(તબલા પ્લેયર), મહેશ ઢોકેચા (ઢોલક પ્લેયર), પ્રકાશ વાગડીયા (સાઇડ રીધમ) સુંદર મજાની લાઇવ મ્યુઝીકની મોજ કરાવશે.
પેરેમાઉન્ટ સાઉન્ડના સુનીલભાઇ પટેલ સેવા આપશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિનલ સોનપાલ કરશે
આ કાર્યક્રમની ટિકિટ બુકીંગ માટે મો.નં. ૯૯૭૯૦૩૫૮૬૮ ઉપર કરવો સાંજે- ૬ થી ૮ ઓફીસ-૧૦૨ આદિત્ય સેન્ટર, ફુલછાબ ચોક રાજકોટ