રામાપીર ચોકડી પાસે ડમ્પર ચાલકે તબીબની કારને ઠોકર મારતા નુકસાની
ડોકટર પરીનભાઇ ટીલવાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટઃ તા.૧ દોઢસો ફુટ રોડ પર રામાપીર ચોકડી પાસે ડમ્પર ચાલકે તબીબની કારને હડફેટે લેતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર કોપર સ્ટોન એપાર્ટમેન્ટ બી-૬૦૨માં રહેતા એચ.સી.જી હોસ્પિટલના તબીબ પરીનભાઇ દીનેશભાઇ ટીલવા રાત્રે પોતાની જીજે-૩જેસી ૧૩૩૦ નંબરની કાર લઇને હોસ્પિટલેથી ઘરે જતા હતા ત્યારે દોઢસો ફુટ રોડ પર બ્રીજનું કામ ચાલુ હોઇ, રામાપીર ચોકડી પાસે પહોંચ્યા ત્યારે કારની જમણી બાજુ જીજે.૧૩ ડબલ્યુ-૯૭૨૮ નંબરના ડમ્પર ચાલકે આવી પૂર બેફીકરાઇ રીતે ડમ્પર ચલાવી ભટકાડતા તબીબની કાર ડ્રાઇવર સાઇડનો દરવાજો, સાઇડ મીરર અને આગળનું બમ્પરમાં નુકસાની કરી હતી. આ બનાવની જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્સ રવીભાઇએ તબીબની ફરિયાદ પરથી જીજે.૧૩ ડબલ્યું ૯૭૨૮ નંબરના ડમ્પર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.