કોર્ટમાં નિષ્ઠા પૂર્વક ફરજ બજાવનાર A.S.I.સોલંકીને નિવૃતિ વિદાયમાન અપાયુ
ડીસ્ટ્રીકટ જજ દેસાઇ સહિતના ન્યાયાધીશોએ સન્માન કર્યુ
રાજકોટઃ તા. ૧: રાજકોટની કોર્ટમાં સીકયુરીટીમાં ફરજ બજાવતા શ્રી સવજીભાઇ જીવાભાઇ સોલંકી ગઇકાલે એટલે તારીખ ૩૦-૦૬-૨૦૨૨ના રોજ A.S.I. ના હોદ્દા પરથી વયનિવૃત થતા, તેમની ૩૫ વર્ષ લાંબી સેવા જે ખંત, સંપૂર્ણ નિષ્ઠા અને અવિરત સેવાભાવથી ચમકતી હોય, તે પ્રસંગે જીલ્લા ન્યાયધીશ શ્રી ઉત્કર્ષ દેસાઇ તેમજ અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે.ડી. સુથાર દ્વારા તેમનુ ખૂબ હર્ષ ભેર સન્માન કરવામાં આવ્યું. શ્રી સવજીભાઇએ તેઓની સેવા ના ૨૨ વર્ષ કોર્ટમાં ખંત અને ઉદ્યમતાથી આપેલ છે જે બદલ સમગ્ર ન્યાય પરિવાર તરફથી તેઓશ્રીનો આભાર માની સન્માન અર્પણ કરેલ છે તેઓશ્રીની સેવા પરથી યુવાન પોલીસકર્મી પ્રેરણા મેળવે તેવો તેમનો કાર્યકાળ રહેલ કોર્ટથી તેઓને સન્માન સાથે નિવૃતી વિદાયીમાન આપવામાં આવ્ય હતું.