રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં મિત્રએ સોડાનું મશીન પડાવી લેતા દિપકભાઇએ ઓલઆઉટ પી લીધુ
લોકડાઉનમાં ધંધો બંધ થતા મશીન મિત્રને વેચવા આવ્યું'તું
રાજકોટ,તા. ૧: સંતકબીર રોડ પર ગુરૂવરદ કોમ્પ્લેક્ષમાં રહેતા વેપારીએ ઓલઆઉટ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
મળતી વિગત મુજબ સંતકબીર રોડ રિધ્ધી સીધ્ધી સોસાયટીમાં આવેલ ગુરૂવરદ કોમ્પલક્ષમાં રહેતા દિપકભાઇ હરીલાલભાઇ પીઘવાણી (ઉવ.૩૫) એ પોતાના ઘરે ઓલઆઉટ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવમાં દિપકભાઇ પાન અને કોલ્ડ્રીંકસની દુકાન ધરાવે છે. તેણે ૧.૨૦ લાખની કિંમતનું સોડા બનાવવાનું મશીન લીધુ હતું. લોકડાઉનના કારણે ધંધો બંધ થઇ જતા તેને પૈસાની જરૂર પડતા આ મશીન તેણે તેના મિત્ર અશ્વિનને રૂ. ૬૦ હજારમાં વેચવા માટે આપ્યું હતું. મિત્રએ મશીન વેંચી નાખ્યાની ખબર પડતા પોતે પૈસા માગતા અશ્વિને પૈસા અને મશીન અપવાની ના પાડી દેતા પોતે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.