રાજકોટ
News of Thursday, 1st July 2021

દેશમાં ભેદભાવ વગર વિકાસ કાર્યો ચાલુ

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે જ, કોંગ્રેસીઓના દિવસો હવે પૂરાઃ પૃથ્વીસિંહ જાડેજા

રાજકોટઃ દેશમાં કોઈપણ જાતના ભેદભાવ વગર અવિરત પણે વિકાસ કાર્યો ચાલુ છે. તો આ વિકાસ કાર્યોમાં રોડા નાખતા કોંગ્રેસીઓના દિવસો હવે પૂરા થઈ ગયા છે. તેમ ભાજપ અગ્રણી શ્રી પૃથ્વીસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે ભારત દેશમાં વિવિધ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. દેશવાસીઓ ભાઈચારાથી એકબીજાના સુખ- દુઃખમાં ભાગ લઈ રહ્યા છે. તો હાલ કાશ્મીરમાં પણ શાંતિનો માહોલ છે. અમુક વિઘ્નસંતોષીઓએ એવી આગાહી કરી હતી કે દેશમાં તોફાનો થશે. પરંતુ છેલ્લા બે વર્ષથી અહિં શાંતિનું વાતાવરણ છે. કાશ્મીરીઓ શાંતિથી જીવન ગુજારી રહ્યા છે. જમ્મુ- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે જ.

શ્રી પૃથ્વીસિંહ જાડેજાએ વધુમાં જણાવેલ કે કોરોનાકાળમાં કેન્દ્ર સરકારની કામગીરી વખાણવા લાયક હતી. નાત- જાતના ભેદભાવ સહાય પૂરી પાડવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરના લોકતંત્રની સ્થાપના માટે તમામ નેતાઓ સાથે બેઠક કરી હતી.

કાશ્મીરમાં ખૂબ જ શાંતિથી લોકશાહી ઢબે નવી સરકાર બનશે. વડાપ્રધાન મોદી વેર, વૈમનસ્ય પૂરા કરી તમામ જ્ઞાતિને એક કરવા ઈચ્છે પરંતુ સૌથી મોટુ દુઃખ નહેરૂ ખાનદાનને છે. તેઓને દશેમાં સત્તા હાંસલ કરવી છે. પરંતુે હવે તેનું સપનું જ  ગણાશે. હવે એ દિવસો કોઈ દિવસ આવવાના નથી. તેમ પૃથ્વીસિંહ (મો.૯૯૯૮૫ ૫૦૧૯૦) એ અંતમા જણાવ્યું છે.

(3:11 pm IST)