રાજકોટ
News of Wednesday, 1st July 2020

પતિ-પત્નિ સહિત ૪ નવા કેસઃ શહેરનો કુલ આંક ૧૭૦ : ૧૧૭ સાજા થયા

સાધુવાસવાણી રોડ પરના પંજપુરી પેલેસમાં રહેતા ભાડજા દંપતીને કોરોના કોઠારીયા મેઇન રોડ પરના રામેશ્વર મંદિર પાસે રહેતા ૪પ વર્ષીય મહિલા સંક્રમિત : ૧પ૦ ફુટ રીંગ રોડ અમૃત વાટિકાના : ૩૮ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ

રાજકોટ તા. ૧ : શહેરમા વિવિધ વિસ્તારમાં ૬ દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે સાધુવાસવાણી રોડ પર બે કોઠારીયા મેઇન રોડ, તથા ૧પ૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં કુલ ૪ કેસ નોંધાતા કુલકેસનો આંક ૧૭૦ એ પહોચ્યો છે. આજ દિન સુધીમાં ૧૧૭ દર્દીઓ સાજા થયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા.૧ જુલાઇના શહેરમાં નોંધાયેલ અન્ય ૪ કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ છે. જેના (૧) અલ્પાબેન ભાવેશભાઇ ભાડજા (૪૬/સ્ત્રી), (ર) ભાવેશભાઇ રવજીભાઇ ભાડજા (પર/પુરૂષ) બ્લોક નં. ૧૦ર, પંજપુરી પેલેસ-૧ હર્ષિલ પાર્ક, અજંતા પાર્ક પાછળ, સાધુવાસવાણી રોડ, (૩) દક્ષાબેન કિશોરભાઇ ગોહેલ (૪પ/સ્ત્રી), રામેશ્વર મંદિર પાસે કોઠારીયા મેઇન રોડ, તથા (૪) દીપક ધીરજભાઇ રામાણી, (૩૮ વર્ષ પુરૂષ), અમૃત વાટીકા ૧પ૦ ફુટરીંગ રોડનો સમાવેશ થાય છે.(૬.૨૨)

શહેરમાં નોંધાયેલ કુલ કેસની આજની સ્થિતિ

 કુલ કેસઃ ૧૭૦ 

 સારવાર હેઠળઃ ૪૭

 ડિસ્ચાર્જ : ૧૧૭

 મૃત્યુ : ૬

(2:46 pm IST)